તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યુવતી સાથે અન્ય યુવતીઓ અને યુવકો દ્વારા કરવામાં આવેલા અભદ્ર વ્યવહારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસામાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં એક યુવતી સાથે અન્ય યુવતીઓ અને યુવકો દ્વારા કરવામાં આવેલા અભદ્ર વ્યવહારનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ બાંગ્લાદેશમાં છાત્ર લીગની મહિલા નેતા સાથે થયેલા અભદ્ર વ્યવહારનો છે. આ વીડિયોને સાંપ્રદાયિક પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 09 ઓગષ્ટ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, બાંગ્લાદેશ માં રહેતા હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચાર ના ભયાવહ દ્રશ્યો આવ્યા સામે જુવો વીડિયો... આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસામાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને આજ વીડિયો એક યુટ્યુબ યુઝર દ્વારા 8 ઓગસ્ટ, 2024 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેના લખાણનો ગુજરાતીમાં આનુવાદ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, આ વીડિયો બ્રાહ્મણબારિયા નામના વિસ્તારમાં શેખ હસીનાની વિદ્યાર્થી ચળવળ છાત્ર લીગના પ્રદર્શનકારીઓનો છે.

આ વીડિયો ફેસબુક પર પણ ઉપલબ્ધ છે. ફેસબુક પર આપેલા વિવરણ મુજબ આ વીડિયો બ્રાહ્મણબારીયામાં છાત્ર લીગના નેટવર્કનો છે. વિરોધ કરી રહેલી વિદ્યાર્થિનીઓએ છાત્ર લીગની મહિલા નેતાને કાન પકડીને ઉઠક-બેઠક કરાવી હતી. આ દ્રશ્યો તમે વીડિયોમાં જોઈ શકો છો.

Archive

અન્ય એક ફેસબુક વીડિયોમાં, અમે જોઈ શકીએ છીએ કે, કાળી ચૂડીદાર અને લાલ શાલ પહેરેલી એક મહિલા પેનના હાથમાંથી તે જ પર્સ લઈ રહી છે, જે વાયરલ વીડિયોમાં અત્યાચાર કરવામાં આવી રહ્યો છે.

unnamed.png

આ વીડિયોમાં અભદ્ર વ્યવહારનો ભોગ બનેલી યુવતીનું આઈ.ડી. જોઈને સ્પષ્ટ થાય છે કે, આ છોકરી મુસ્લિમ છે અને કોદતે છાત્ર લીગની લીડર છે. આ યુવતીનું નામ અફઝાના ઇબાદ છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં એક યુવતી સાથે અન્ય યુવતીઓ અને યુવકો દ્વારા કરવામાં આવેલા અભદ્ર વ્યવહારનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ બાંગ્લાદેશમાં છાત્ર લીગની મહિલા નેતા સાથે થયેલા અભદ્ર વ્યવહારનો છે. આ વીડિયોને સાંપ્રદાયિક પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસામાં હિંદુ યુવતી સાથે થયેલા અભદ્ર વ્યવહારના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...

Fact Check By: Vikas Vyas

Result: False