પેટ્રોલના ભાવ આસમાને ચડી રહ્યા છે. દેશના ઘણા શહેરોમાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટર 100 રૂપિયાને પાર કરી ગયા છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારને સામાન્ય લોકોના વિરોધનો રોષનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો સોશિયલ મિડિયામાં પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. આ દરમિયાન સોશ્યલ મીડિયા પર ભાજપના નેતા અને ગાયક મનોજ તિવારીનું નિવેદન વાયરલ થયું છે. મનોજ તિવારી મોદી સરકારના બચાવમાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર સ્ક્રીનશોટ શેર કરતા દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મનોજ તિવારી દ્વારા નિવેદન આપવામાં આવ્યુ કે, જો મોદી સરકાર ન હોત તો પેટ્રોલના ભાવ આજે લિટર દીઠ 200 રૂપિયા સુધી હોત.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ભાજપના નેતા મનોજ તિવારીએ પેટ્રોલના વધતા ભાવો અંગે કોઈ નિવેદન આપ્યું નથી. મઝાકમાં કરવામાં આવેલા ટ્વિટને સત્ય સમજીને વાયરલ કરવામાં આવી રહ્યુ છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Keshwala Lakhaman નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 ફેબ્રુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મનોજ તિવારી દ્વારા નિવેદન આપવામાં આવ્યુ કે, જો મોદી સરકાર ન હોત તો પેટ્રોલના ભાવ આજે લિટર દીઠ 200 રૂપિયા સુધી હોત.”

FACEBOOK | FB POST ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કર્યુ હતુ. પરંતુ મનોજ તિવારીના આ નિવેદન સાથે સંબંધિત કોઈ મિડિયા અહેવાલ અમને પ્રાપ્ત થયો ન હતો. તેમજ અમે મનોજ તિવારીના તમામ સોશિયલ મિડિયા એકાઉન્ટની પણ મુલાકાત લીધી હતી. પરંતુ અમને કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.

તેમજ અમે અમારી પડતાલને આગળ વધારી હતી દરમિયાન અમને દૈનિક ખાસ્કર નામના ટ્વિટર એકાઉન્ટ પર મનોજ તિવારીના નામે વાયરલ નિવેદન પ્રાપ્ત થયુ હતુ. વાયરલ સ્ક્રીનશોટમાં મનોજ તિવારીનું આ નિવેદન વાયરલ થઈ રહ્યુ છે. જે 17 ફેબ્રુઆરી 2021ના ​​રોજ પોસ્ટ કરાઈ હતી.

Archive

આ પછી, જ્યારે અમે દૈનિક ખાસ્કરના ટ્વિટર એકાઉન્ટ પર સંશોધન કર્યું, ત્યારે અમને ખબર પડી કે આ એકાઉન્ટ ફક્ત હાસ્ય માટે બનાવવામાં આવ્યું છે. આ ખાતાના બાયો વિભાગમાં સ્પષ્ટ લખ્યું છે કે આ ખાતા પર પોસ્ટ કરેલા તમામ સમાચારો 100 ટકા ફર્જી છે.

ગયા વર્ષે પેટ્રોલના ભાવમાં થયેલા વધારા અંગે ભાજપના નેતા મનોજ તિવારીએ છેલ્લું નિવેદન આપ્યું હતું. જ્યારે દિલ્હી સરકારે પેટ્રોલ પર વેટમાં વધારો કર્યો હતો. તમે નીચે તેમના દ્વારા કરેલું ટ્વીટ પણ જોઈ શકો છો.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. ભાજપના નેતા મનોજ તિવારીએ પેટ્રોલના વધતા ભાવો અંગે કોઈ નિવેદન આપ્યું નથી. મઝાકમાં કરવામાં આવેલા ટ્વિટને સત્ય સમજીને વાયરલ કરવામાં આવી રહ્યુ છે.

Avatar

Title:શું ખરેખર પેટ્રોલના ભાવને લઈ આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યુ....?

Fact Check By: Yogesh Karia

Result: False