
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો બિહારનો છે જ્યાં ચૂંટણી માટે વોટ માંગવા નીકળેલા ભાજપના નેતાનું જૂતાનો હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2018 માં મધ્યપ્રદેશમાં બનેલી ઘટનાનો છે. જેને બિહારની ચૂંટમી સાથે કોઈ જ સંબંધ નથી. જેને લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Madhu Vekariya નામના ફેસબુક યુઝર દ્વારા 14 ઓક્ટોમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, બિહાર ચૂંટણી મા ભાજપ ના ઉમેદવાર નુ શાનદાર સ્વાગત. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો બિહારનો છે. જ્યાં ચૂંટણી માટે વોટ માંગવા નીકળેલા ભાજપના નેતાનું જૂતાનો હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું.
Facebook Post | Archive | Video Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને News Tak દ્વારા 7 જાન્યુઆરી, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એખ વીડિયો સામાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, મધ્યપ્રદેશના ધાર ખાતે નગરપાલિકાના અધ્યક્ષ પદ માટેની ચૂંટણીના પ્રચારમાં વોટ માંગવા નીકળેલા ભાજપના ઉમેદવાર દિનેશ શર્માને એક વૃદ્ધ દ્વારા પાણીની સમસ્યાને લીધે જૂતાનો હાર પહેરાવવામાં આવ્યો હતો.
આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Amar Ujala | Navbharat Times | The Lallantop
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો બિહારનો નહીં પરંતુ મધ્યપ્રદેશનો છે જ્યાં નગરપાલિકાના અધ્યક્ષ પદના ભાજપના ઉમેદવાર દિનેશ શર્માને એક વૃદ્ધ દ્વારા જૂતાનો હાર પહેરાવવામાં આવ્યો હતો.

Title:મધ્યપ્રદેશમાં ભાજપના નેતાને જૂતાનો હાર પહેરાવ્યાનો વીડિયો બિહારના નામે વાયરલ… જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
