પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નહીં પરંતુ વર્ષ 2022નો છે. ઉત્તર પ્રદેશના આગ્રા શહેર પોલીસ દ્વારા પૃષ્ટી કરવામાં આવી હતી કે આ ઘટનામાં કોઈ કોમ્યુનલ એંગલ નથી.

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં પોલીસ દ્વારા એક દુકાનમાં અંડર ગ્રાઉન્ડ ચાલતા કાફેમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વીડિયોમાં યુવક-યુવતીઓ આપત્તીજનક સ્થિતીમાં જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોલીસની કાફેમાં રેડ દરમિયાન જોવા મળતા તમામ યુવકો મુસ્લિમ છે.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 04 જૂલાઈ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોલીસની કાફેમાં રેડ દરમિયાન જોવા મળતા તમામ યુવકો મુસ્લિમ છે..”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને 12 ઓગસ્ટના રોજ પ્રકાશિત યુપી તક નામની વેબસાઈટ પર પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, આગ્રાના હરિપરવત પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસકર્મીઓએ એક કાફેમાં રેડ કરી હતી અને યુવક-યુવતીઓને વાંધાજનક હાલતમાં વીડિયો શૂટ કર્યો હતો. જે બાદ આ વીડિયો વાયરલ થયો હતો. બાદમાં આ વીડિયોને લઈ હંગામો વધતા ત્રણેય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

યુપીતક | સંગ્રહ

જ ક્લુને આધારે કીવર્ડ સાથે સર્ચ કરતા અને દૈનિક ભાસ્કરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અહેવાલમાં માહિતી આપવામાં આવી હતી કે, 27 જુલાઈના આગ્રાના હરિપર્વત પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ કર્મચારીઓએ વેપારી વિસ્તાર સંજય પ્લેસ ખાતે સ્થિત એક કાફેના નીચેના માળની મુલાકાત લીધી હતી.

ત્યારબાદ અમે આગ્રાના એક ઉચ્ચઅધિકારીનો સંપર્ક સાધ્યો હતો તેમના પીઆરઓ દ્વારા અમને જણાવ્યુ હતુ કે, “વાયરલ વીડિયોના સંબંધમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસે એસ્ટાબ્લિશમેન્ટ સામે કેસ દાખલ કર્યો હતો અને જે કોન્સ્ટેબલે વિડિયો શૂટ કર્યો હતો અને તેને શેર કર્યો હતો તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો તેમજ આ ઘટનામાં કોઈ કોમ્યુનલ એંગલ નથી.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ઉત્તર પ્રદેશના આગ્રા શહેરનો છે, પોલીસ દ્વારા પૃષ્ટી કરવામાં આવી હતી કે આ ઘટનામાં કોઈ કોમ્યુનલ એંગલ નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:પોલીસ રેઈડની કાર્યવાહીમાં કોઈ કોમ્યુનલ એંગલ નથી... વાયરલ દાવો નકલી છે... જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: Misleading