શું ખરેખર અકસ્માત મૃત્યુમાં સરકાર મૃતક વ્યક્તિને તેના છેલ્લા ત્રણ વર્ષની આવક પ્રમાણે વડતર આપવા બંધાયેલી છે…? જાણો શું છે સત્ય….

રાજકીય I Political રાષ્ટ્રીય I National સામાજિક I Social

સુપ્રિમ કોર્ટ દ્વારા આ પ્રકારે કોઈ આદેશ કરવામાં આવ્યો નથી, વાહન અકસ્માતમાં આપવા આવતા વળતરને ઇન્કમ ટેક્ષ સાથે સબંધ નથી.

હાલમાં સોશિયલ મિડિયામાં એક મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે, સરકાર અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાર્ષિક આવકના દસ ગણું વળતર આપવા માટે બંધાયેલી છે. સંદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ મોટર વ્હિકલ એક્ટ 1988 (MV એક્ટ)ના ચોક્કસ સેક્શન અને સંબંધિત કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પર આધારિત છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 09 જૂલાઈ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સરકાર અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાર્ષિક આવકના દસ ગણું વળતર આપવા માટે બંધાયેલી છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે સુપ્રિમ કોર્ટના ચુકાદાને શોધવાનો પ્રયત્ન કર્યો હતો. સુપ્રિમ કોર્ટના CIVIL APPEAL NO. 9858 OF 2013 (Arising out of SLP(C) No. 1056 of 2008) ને શોધી કાઢ્યો હતો. જે ચુકાદામાં સુપ્રિમ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, અપીલકર્તાઓ વળતર મેળવવા માટે હકદાર રહેશે, ઉન્નત રકમ પર વાર્ષિક 6%ના દરે વ્યાજ સાથે રૂ.7,00,000 ચુકવવા આદેશ આપવામાં આવ્યો હતો. જે અધિનિયમની કલમ 166 હેઠળ પિટિશન દાખલ કરવાની તારીખથી પ્રભાવિત રહેશે તેમ જણાવવામાં આવ્યુ હતુ.

MV એક્ટની કલમ 166 શું છે?

MV અધિનિયમની કલમ 166 વળતર માટે અરજી કેવી રીતે કરવી તેની સાથે વ્યવહાર કરે છે. તે માત્ર એવી બાબતો વિશે વાત કરે છે જેમ કે વળતર માટે અરજી દાખલ કરવા માટે પાત્ર વ્યક્તિઓ, તે કેવી રીતે ફાઇલ કરવી વગેરે. સંબંધિત મોટર એક્સિડન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલ (MACT)માં દાવો દાખલ કરવાનો રહેશે.

વળતર કોણ ચૂકવે છે?

મોટર વાહનને લગતા અકસ્માતમાં કાયમી અપંગતા અથવા મૃત્યુના કિસ્સામાં, અકસ્માત સર્જનાર મોટર વાહનના માલિક MV એક્ટની કલમ 140 મુજબ વળતર ચૂકવવા માટે જવાબદાર છે. MV એક્ટના બીજા શેડ્યૂલમાં ગુણક કોષ્ટકના આધારે MACT દ્વારા વળતરની માત્રા નક્કી કરવામાં આવે છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સુપ્રિમ કોર્ટ દ્વારા આ પ્રકારે કોઈ આદેશ કરવામાં આવ્યો નથી, વાહન અકસ્માતમાં આપવા આવતા વળતરને ઇન્કમ ટેક્ષ સાથે સબંધ નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર અકસ્માત મૃત્યુમાં સરકાર મૃતક વ્યક્તિને તેના છેલ્લા ત્રણ વર્ષની આવક પ્રમાણે વડતર આપવા બંધાયેલી છે…? જાણો શું છે સત્ય….

Written By: Frany Karia 

Result: False

Leave a Reply