તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા અનુરાગ ઠાકુર અને રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધીને ભાજપના નેતા અનુરાગ ઠાકુરે સંવિધાનના પેજ બાબતે પ્રશ્ન પૂછ્યો તો તે જવાબ ન આપી શક્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રાહુલ ગાંધીને સંવિધાનના પેજ વિશે પ્રશ્ન પૂછી રહેલા ભાજપના નેતા અનુરાગ ઠાકુરનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. રાહુલ ગાંધીના બીજા વીડિયોનો એક ભાગ અનુરાગ ઠાકુરના વીડિયો સાથે એડિટ કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 4 જુલાઈ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, જય હો અનુરાગ ઠાકુર bro..!! આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધીને ભાજપના નેતા અનુરાગ ઠાકુરે સંવિધાનના પેજ બાબતે પ્રશ્ન પૂછ્યો તો તે જવાબ ન આપી શક્યા.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો પ્રથમ ભાગ અમને સંસાદ ટીવીની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર 1 જુલાઈ, 2024 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. પ્રકાશિત થયેલા આ વીડિયોમાં વાયરલ વીડિયોનો ભાગ 56.46 મિનિટે જોઈ શકાય છે. અહીં અનુરાગ ઠાકુર વિપક્ષી સાંસદોને બંધારણના પેજને લઈને સવાલ પૂછતા જોવા મળે છે.

અનુરાગ ઠાકુર વિપક્ષી સાંસદોને કહે છે કે, मैं आप सबसे एक सवाल और पूछना चाहता हूँ, कितने पन्ने होते हैं कॉन्स्टीट्यूशन में?” इसके बाद वे कहते हैं किरोज़ लेकर घूमते हो कभी खोल कर पढ़ो तो सही…”

અહીં જોઈ શકાય છે કે, જ્યારે અનુરાગ ઠાકુરે આ સવાલ પૂછ્યો ત્યારે કેમેરો વિપક્ષી બેન્ચ તરફ વળ્યો, પરંતુ રાહુલ ગાંધી પહેલી બેન્ચ પર હાજર ન હતા.

જો કે, વીડિયોની શરૂઆતમાં જ્યારે અનુરાગ ઠાકુર પોતાનું ભાષણ આપવા ઉભા થયા ત્યારે રાહુલ ગાંધી ગૃહમાં હાજર હતા. વીડિયોમાં 25 સેકન્ડના સમયગાળામાં, અમે જોઈ શકીએ છીએ કે, રાહુલ ગાંધી ઉભા થાય છે અને લોકસભાના સ્પીકર ઓમ બિરલાને સૂચન કરે છે કે, રાષ્ટ્રપતિના સંબોધન પછી, NEET પર ચર્ચા માટે એક દિવસ નક્કી કરવામાં આવે.

આ પછી અનુરાગ ઠાકુરના સમગ્ર ભાષણ દરમિયાન રાહુલ ગાંધી ગૃહમાં દેખાતા નહોતા. જ્યારે અનુરાગ ઠાકુરે આ સવાલ રાહુલ ગાંધીને પૂછ્યો ન હતો, જ્યારે તેઓ વિપક્ષી પાર્ટીને પણ આ સવાલ પૂછી રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધી ત્યાં હાજર ન હતા.

તેનાથી સ્પષ્ટ એ થાય છે કે, બે અલગ-અલગ વીડિયો એકસાથે એડિટ કરીને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે.

નીચે તમે વાયરલ વીડિયો અને ઓરિજીનલ વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

અનુરાગ ઠાકુરના ભાષણ દરમિયાન વિપક્ષી નેતા 3 મિનિટ 16 સેકન્ડના વીડિયોમાં ગૃહમાંથી બહાર નીકળતા જોવા મળે છે. જો કે, બાદમાં અનુરાગ ઠાકુરના ભાષણ દરમિયાન વિપક્ષના તમામ સાંસદો ગૃહમાં પાછા જોવા મળે છે, પરંતુ રાહુલ ગાંધી સાંસદ ગૃહમાં જોવા મળતા નથી. 56:48 મિનિટે જ્યારે અનુરાગ ઠાકુરે વિપક્ષને બંધારણના પેજ વિશે સવાલ કર્યો ત્યારે રાહુલ ગાંધી ગૃહમાં દેખાતા નથી.

અમારી વધુ તપાસમાં વાયરલ વીડિયોમાં દેખાતા રાહુલ ગાંધીની ક્લિપ મળી આવી હતી. જે 1 જુલાઈ, 2024 ના ભાષણમાંથી લેવામાં આવેલ છે. રાહુલ ગાંધીના ભાષણનો વીડિયો સંસદ ટીવીની યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે. આ વીડિયો પણ 1 જુલાઈ, 2024નો છે. વીડિયોમાં 19:03 મિનિટથી 19:08 મિનિટ વચ્ચે રાહુલ ગાંધી ઉભા થયાની ક્લિપ જોઈ શકાય છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રાહુલ ગાંધીને સંવિધાનના પેજ વિશે પ્રશ્ન પૂછી રહેલા ભાજપના નેતા અનુરાગ ઠાકુરનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. રાહુલ ગાંધીના બીજા વીડિયોનો એક ભાગ અનુરાગ ઠાકુરના વીડિયો સાથે એડિટ કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો રાહુલ ગાંધીને સંવિધાનના પેજ વિશે પૂછી રહેલા અનુરાગ ઠાકુરના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...

Fact Check By: Vikas Vyas

Result: Altered