કોંગ્રેસના જૂના વિડિયોને હાલની ભારત જોડો યાત્રા દરમિયાનનો આ વિડિયો હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે... જાણો શું છે સત્ય....
આ વિડિયો હાલનો નહિં પરંતુ 15 ઓગસ્ટ દરમિયાનનો બેંગ્લોરની ફ્રિડમ માર્ચ રેલીનો છે.
રાહુલ ગાંધીની પદયાત્રા તમિલનાડુના કન્યાકુમારીના મુલાગુમુડુથી શરૂ થઈ હતી. આ દરમિયાન કોંગ્રેસ નેતા સાથે લોકોની ભીડ જોવા મળી હતી. આ મુલાકાત દરમિયાન કોંગ્રેસના અનેક નેતાઓ પણ હાજર હતા. પાર્ટીએ આ મુલાકાતને વ્યાપક જનસંપર્ક અભિયાન ગણાવ્યું છે. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં હજારો લોકો જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમિયાનની લોકોની ભીડનો આ વિડિયો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
A Z A D Y નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 09 સપ્ટેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમિયાનની લોકોની ભીડનો આ વિડિયો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
3.
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને આ જ રેલીના અન્ય વિડિયો અને આ વિડિયો પબ્લીક ટીવી નામની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર 15 ઓગસ્ટ 2022ના અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયાની આગેવાની હેઠળની સ્વતંત્રતા માર્ચમાં કોંગ્રેસના હજારો કાર્યકરો ભાગ લે છે.”
તેમજ વધુ સર્ચ કરતા અમને ધ હિન્દુ દ્વારા પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “કર્ણાટક કોંગ્રેસે સોમવારે બેંગલુરુમાં સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી માટે એક મેગા 'ફ્રીડમ માર્ચ' કાઢી હતી જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી લગભગ એક લાખ લોકો ભાગ લેતા હતા.”
તેમજ TV9 Kannada દ્વારા આ રેલીના ડ્રોન વિઝ્યુલ પણ શેર કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરથી શરૂ થઈ.
તેમજ કોંગ્રેસની ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બર 2022થી કન્યાકુમારીથી શરૂ થઈ હતી. કોંગ્રેસની 150 દિવસ ચાલનારી આ યાત્રા 12 રાજ્યોમાં થઈ 3570 કિમિનું અંતર કાપશે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના કાર્યકરોને એક જૂથ કરવાનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો નહિં પરંતુ 15 ઓગસ્ટના બેંગ્લોરમાં આયોજિત ફ્રિડમ માર્ચ દરમિયાનનો છે. આ વિડિયોને ભારત જોડો યાત્રા સાથે કોઈ લેવા-દેવા નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:કોંગ્રેસના જૂના વિડિયોને હાલની ભારત જોડો યાત્રા દરમિયાનનો આ વિડિયો હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે... જાણો શું છે સત્ય....
Fact Check By: Frany KariaResult: Missing Context