Fake Check: એક જ પરિવારના 12 ભાઈ-બહેનના વિડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

Missing Context આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

આ 12 ભાઈ-બહેનોની ઉંમર 76 થી 98 વર્ષની વચ્ચે છે. તેમજ આ ભાઈ-બહેન દ્વારા વર્લ્ડ રેકોર્ડ માટે દાવો કરવામાં આવ્યો છે. પરંતુ તેનો સ્વિકાર કરવામાં આવ્યો નથી. 

હાલમાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બાદ એક કુલ 12 વૃદ્ધ વ્યક્તિઓ એક હોલમાં પ્રવેશી રહ્યા છે. જેમાં તેમની સાતે તેમનું નામ અને ઉંમર પણ દર્શાવવામાં આવી રહી છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ 12 ભાઈ-બહેનોએ પૃથ્વી પર હયાત હોવાનું અને સૌથી વધુ ઉમરના હોવાનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોધાવ્યો છે. જેમાં સૌથી મોટા વ્યક્તિની ઉંમર 113 વર્ષ છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

KB Sanghar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 02 સપ્ટેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ 12 ભાઈ-બહેનોએ પૃથ્વી પર હયાત હોવાનું અને સૌથી વધુ ઉમરના હોવાનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોધાવ્યો છે. જેમાં સૌથી મોટા વ્યક્તિની ઉંમર 113 વર્ષ છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ટ્વિટર આ વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “આ સ્પેનના કેનેરી ટાપુઓના પેરેઝ ભાઈઓ છે. તેઓ 12 ભાઈઓ છે, બધા જીવંત અને સ્વસ્થ છે. તેઓ વિશ્વના સૌથી વૃદ્ધ હોવા બદલ ગિનીસ એવોર્ડ જીત્યા હતા. તેઓ જે કહે છે તે મુજબ, તે સારા પોષણ માટે અને ખૂબ જ ખુશ રહેવા માટે છે.” 

Archive

તેમજ વધુ સર્ચ કરતા અમને canarianweekly.com દ્વારા પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “ગ્રાન કેનેરિયામાં લા વિલા ડી મોયાએ વિશ્વમાં ક્યાંય પણ જીવતા ભાઈ-બહેનો માટે સૌથી વધુ સંયુક્ત વયનો ગિનીસ રેકોર્ડ નોંધાવ્યો છે. સાત ભાઈઓ અને પાંચ બહેનો બધાની ઉંમર 76 અને 98 વર્ષની વચ્ચે છે, તેઓનો જન્મ મોડેસ્ટો હર્નાન્ડીઝ અને માર્ટિના પેરેઝમાં થયો હતો અને તેમની સંયુક્ત ઉંમર 1,057 વર્ષની છે.”  

Canarianweekly | Archive

તેમજ વધુ સર્ચ કરતા વાયરલ વિડિયોનો ઓરિજનલ વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “1057 વર્ષના સંયુક્ત ભાઈ-બહેનો દ્વારા મોયામાં સૌથી વધુ સંયુક્ત વય માટે ગિનીસ રેકોર્ડ પર હસ્તાક્ષર કર્યા આ તમામની ઉંમર 76 થી 98 વર્ષની વચ્ચે છે.” જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ વઘુ સર્ચ કરતા અમે ગિનિસ બુક ઓફ રેકોર્ડની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લીધી હતી. જેમાં હાલમાં આ ભાઈ-બહેનના નામે કોઈ રેકોર્ડ નથી, “આ કેટેગરીમાં પાકિસ્તાનમાં જન્મેલા 12 ભાઈ-બહેનોએ સૌથી વધુ સંયુક્ત વયનો રેકોર્ડ તોડ્યો છે, 12 ભાઈ-બહેનો, 15 ડિસેમ્બર સુધીમાં તેમની કુલ ઉંમર 1,042 વર્ષ અને 315 દિવસ છે.” જે તમે નીચે જોઈ શકો છો.

guinnessworldrecords | Archive 

Abc.es વેબસાઈટ દ્વારા પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં સાબિત થાય છે કે, આ તમામ ભાઈ-બહેનોની ઉંમર 90 થી 113 વર્ષની વચ્ચે નહિં પરંતુ 76 થી 98 વર્ષ વચ્ચે છે. તેમજ આ તમામ ભાઈ-બહેનો દ્વારા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ માટે દાવો કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી એટલે કે 10 સપ્ટેમ્બર 2022 સુધી તેનો સ્વિકાર કરવામાં આવ્યો નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake Check: એક જ પરિવારના 12 ભાઈ-બહેનના વિડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Missing Context

Leave a Reply