વર્ષ 2009ના વિડિયોને રાણી એલિઝાબેથ-IIના અંતિમ સંસ્કાર તરીકે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International રાજકીય I Political

વિડિયોમાં રાણી એલિઝાબેથ-II ના અંતિમ સંસ્કાર દર્શાવવામાં આવ્યા નથી. આ વિડિયો વર્ષ 2009નો છે. 

સોશિયલ મિડિયામાં રાણી એલિઝાબેથ-II ના નિધન પર શોક વ્યક્ત કરવાનું ચાલુ રાખવામાં આવ્યુ છે, આ જ વચ્ચે બકિંગહામ પેલેસમાં શાળાના બાળકો દ્વારા શ્લોકનું પાઠ કરતા હોવાનો એક વિડિયો સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે. જે વિડિયો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વિડિયો રાણીના અંતિમ સંસ્કાર દરમિયાનનો છે. જે વિધિમાં ગાયકો દ્વારા ભારતીય શ્લોકના પાઠ કરવામાં આવ્યા હતા.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Deepak Mistry નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 સપ્ટેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વિડિયો રાણીના અંતિમ સંસ્કાર દરમિયાનનો છે. જે વિધિમાં ગાયકો દ્વારા ભારતીય શ્લોકના પાઠ કરવામાં આવ્યા હતા.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ વિડિયોને ધ્યાનથી જોતા અમને ગાયકવૃંદની પૃષ્ઠભૂમિમાં ‘Queen’s Baton 2010 relay’ના બોર્ડનું અવલોકન કર્યું. તે સિવાય, અમે વિડિયો પર www.wildfilmsindia.com લખેલુ વોટરમાર્ક પણ જોયું. ત્યારબાદ અમે યુટ્યુબ પર કીવર્ડ શોધ ચલાવી જેના પરિણામો અમને વાઇલ્ડ ફિલ્મ્સ ઇન્ડિયાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ તરફ દોરી ગયા. વિડિયોના કેપ્શનમાં જણાવાયું છે કે, “સેન્ટ જેમ્સ સ્કૂલ કોયરના વિદ્યાર્થીઓ બકિંગહામ પેલેસમાં શ્લોકોનું પાઠ કરે છે.

વર્ણન જણાવવામાં આવ્યુ છે કે, “CWG ક્વીન બેટન 2010 દરમિયાન બકિંગહામ પેલેસમાં સેન્ટ જેમ્સ સ્કૂલ કોયર શ્લોક નામની આધ્યાત્મિક કવિતાનું પઠન કરે છે.

ત્યારબાદ અમને જાણવા મળ્યું કે ABC ન્યૂઝ ઓસ્ટ્રેલિયાએ 30 ઓક્ટોબર 2009ના રોજ વિડિયો પોસ્ટ કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે “ભારતીય રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ અને બ્રિટનની રાણી એલિઝાબેથ-II એ વર્ષ 2010 કોમનવેલ્થ ગેમ્સ માટે બેટન રિલે શરૂ કરી હતી.”

ક્વીન્સ બેટન રિલે એ કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત પહેલા વિશ્વભરમાં યોજાતી રિલે છે. બેટન કોમનવેલ્થના વડાનો સંદેશ વહન કરે છે. શહેરના કોમનવેલ્થ દિવસના ઉત્સવોના ભાગરૂપે રિલે પરંપરાગત રીતે લંડનના બકિંગહામ પેલેસમાં શરૂ થાય છે.

TOI ના અહેવાલ મુજબ, 2010 કોમનવેલ્થ ગેમ્સનું કાઉન્ટડાઉન ક્વિન્સ બેટન રિલેના લોન્ચિંગ સાથે શરૂ થયુ હતું, જ્યાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ આ સમારોહમાં હાજરી આપનાર પ્રથમ રાજ્યના વડા બન્યા હતા. બ્રિટિશ વિદ્યાર્થીઓનો સમૂહ પ્રાચીન ઋગ્વેદના સંસ્કૃત શ્લોકોનું ઉચ્ચારણ કરીને ઉજવણીમાં જોડાયો હતો.

વાયરલ વિડિયો XIX કોમનવેલ્થ ગેમ્સ 2010 દિલ્હીના ફેસબુક પેજ દ્વારા 25 નવેમ્બર 2009ના રોજ શેર કરવામાં આવ્યો હતો. વિડિયોના કેપ્શનમાં જણાવવામાં આવ્યું છે કે, ધ ક્વીન્સ બેટન રિલે 2010 દિલ્હી 29 ઓક્ટોબર 2009ના રોજ બકિંગહામ પેલેસ, લંડન ખાતે લોન્ચ કરવામાં આવી હતી, જ્યારે હર મેજેસ્ટીઝ ધરાવતી લાકડી સંદેશ અભિનવ બિન્દ્રાને સોંપવામાં આવ્યો હતો, જે હજારો બેટનબેરર્સમાંથી પ્રથમ હતો. કોમનવેલ્થને એક કરીને, ક્વીન્સ બેટન રિલે 2010 દિલ્હીએ એક ઉત્સાહપૂર્ણ ઉજવણી છે જે વિશ્વ સમક્ષ ભારતનું પ્રદર્શન કરે છે. કોમનવેલ્થના તમામ 71 રાષ્ટ્રોને બેટનનું રિલે સમગ્ર કોમનવેલ્થને ગેમ્સના ઉત્સાહમાં ભાગ લેવાની એક અનોખી તક પૂરી પાડે છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ઓક્ટોબર 2009માં 2010 CWG બેટન રિલેને દર્શાવી રહ્યો છે. આ વિડિયોમાં રાણી એલિઝાબેથ-II ની અંતિમવિધિ બતાવવામાં આવતી નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:વર્ષ 2009ના વિડિયોને રાણી એલિઝાબેથ-IIના અંતિમ સંસ્કાર તરીકે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False