શું ખરેખર સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી જગ્યા પર મુસ્લિમો ‘બાબરી હોસ્પિટલ’ બનાવશે…? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Dharmesh Patel Babra નામના ફેસબુક યુઝર દ્વારા 7 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, મુસ્લિમોને સુપ્રીમકોર્ટે આપેલી જમીન પર બાબરી મસ્જિદની જગ્યાએ બાબરી હોસ્પિટલ બનાશે.સૂત્રો જય શ્રી રામ. પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અયોધ્યા ખાતે સુપ્રિમ કોર્ટ દ્વારા મુસ્લિમોને બાબરી મસ્જિદના બાંધકામ માટે જે જમીન ફાળવવામાં આવી છે ત્યાં તેઓ ‘બાબરી હોસ્પિટલ’ બનાવશે. આ પોસ્ટને 140 લોકોએ લાઈક કરી હતી. 5 લોકોએ પોતાના મત રજૂ કર્યો હતા. તેમજ 5 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.08.17-18_21_41.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર અયોધ્યા ખાતે સુપ્રિમ કોર્ટ દ્વારા મુસ્લિમોને બાબરી મસ્જિદના બાંધકામ માટે જે જમીન ફાળવવામાં આવી છે ત્યાં તેઓ ‘બાબરી હોસ્પિટલ’ બનાવશે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ફેસબુક પર કરવામાં આવેલી એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં તેઓ બાબરી હોસ્પિટલના ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, મુસ્લિમો સુપ્રિમ કોર્ટે આપેલી જમીન પર બાબરી મસ્જિદની જગ્યાએ બાબરી હોસ્પિટલ બનાવશે. જે તમે નીચે જોઈ શકો છો. 

https://www.facebook.com/groups/207853806427771/permalink/714407785772368/

Archive

ઉપરોક્ત પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આ ફોટો યુનિવર્સિટી ઓફ વર્જિનિયાની સત્તાવાર વેબસાઈટ પર પ્રાપ્ત થયો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી છે કે, તે યુનિવર્સિટીની હેલ્થ ફેસિલિટી બિલ્ડિંગ છે. આ ફોટો વર્જિનિયા યુનિવર્સિટીના સત્તાવાર લિંક્ડઇન એકાઉન્ટ પર પણ ઉપલબ્ધ છે. જે અનુસાર આ તેમની હોસ્પિટલ અને હેલ્થ કેર સેન્ટર છે. જેનું નામ યુ.વી.એ. હેલ્થ સિસ્ટમ છે. જે અમેરિકાના વર્જિનિયાના શર્લોટ્સવિલ ખાતે આવેલ છે. 

નીચે તમે યુ.વી.એ. હેલ્થ સિસ્ટના બિલ્ડિંગનો ફોટો અને સોશિયલ મીડિયા પર વાયરલ ફોટો વચ્ચેની સમાનતા જોઈ શકો છો.

image3.jpg

આ પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, અમેરિકાના વર્જિનિયા ખાતે આવેલા યુ.વી.એ. હેલ્થ સિસ્ટમના બિલ્ડિંગના ફોટોમાં એડિટિંગ કરીને તેને બાબરી હોસ્પિટલના નામે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. નીચે તમે વાયરલ ફોટો અને ઓરિજીનલ ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

image1.png

હવે એ પણ જાણવું જરૂરી હતું કે, બાબરી હોસ્પિટલની સત્યતા શું છે?

ગુગલ પર જુદા જુદા કીવર્ડતી સર્ચ કરતાં અમને ઘણા સમાચારો પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, મસ્જિદના નિર્માણની દેખરેખ માટે સુન્ની વક્ફ બોર્ડ દ્વારા નિર્મિત ટ્રસ્ટ સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી 5 એકર જમીન પર હોસ્પિટલ, પુસ્તકાલય અને ઈસ્લામિક સંશોધન કેન્દ્ર બનાવશે.

screenshot-economictimes.indiatimes.com-2020.08.17-18_58_04.png

Archive

અમારી વધુ તપાસમાં ફેક્ટ ક્રેસેન્ડોએ યુપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) સૈયદ મોહમ્મદ શોએબનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર બાબરી હોસ્પિટલ સંબંધિત જે માહિતી વાયરલ થઈ રહી છે તે ખોટી છે. ડો.કફિલ ખાનને આ હોસ્પિટલના ડિરેક્ટર બનાવવામાં આવ્યાના સમાચાર પણ ખોટા છે. આ પોસ્ટ વાયરલ થતાંની સાથે જ અમે એક પ્રેસ રિલીઝ બહાર પાડી હતી. જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આ માહિતી ખોટી છે. ઉપરાંત આ ઘટના અંગે અમે લખનઉના કમિશનરને ફરિયાદ નોંધાવી છે. હોસ્પિટલ, લાઇબ્રેરી, સંશોધન કેન્દ્ર જેના વિશે ચર્ચાઓ ચાલી કરી છે જે અંગે અમે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લઈ શક્યા નથી. તેથી એ કહેવું ખોટું છે કે, અમે હોસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું છે.”

નીચે તમે તેમના દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝ જોઈ શકો છો.

image4.jpg

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી જગ્યા પર બાબરી હોસ્પિટલ બનાવવાની માહિતી તદ્દન ખોટી છે. સુન્ની વક્ફ બોર્ડ દ્વારા આ દાવાનું ખંડન કરવામાં આવ્યું છે. આ માહિતી ખોટી હોવા અંગેની પ્રેસ રિલીઝ પણ તેમના દ્વારા બહાર પાડવામાં આવી છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી જગ્યા પર બાબરી હોસ્પિટલ બનાવવાની માહિતી તદ્દન ખોટી છે. સુન્ની વક્ફ બોર્ડ દ્વારા આ દાવાનું ખંડન કરવામાં આવ્યું છે. આ માહિતી ખોટી હોવા અંગેની પ્રેસ રિલીઝ પણ તેમના દ્વારા બહાર પાડવામાં આવી છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી જગ્યા પર મુસ્લિમો ‘બાબરી હોસ્પિટલ’ બનાવશે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False