ખેડૂતની યોજનાઓ નામના ફેસબુક પેજ દ્વારા 10 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શાર્ષકમાં એવું લખેલું છે કે, પ્રધાનમંત્રી કિસાન ટ્રેકટર યોજના 2020 https://www.flipgamingblog.xyz/2020/07/blog-post_29.html. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા આર્ટિકલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન ટ્રેક્ટર યોજના નામની એક યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ખોડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર 50 ટકા સુધીની સબસિડી મળવાપાત્ર છે. આ પોસ્ટને 15 લોકોએ લાઈક કરી હતી. તેમજ 24 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.08.17-21_26_27.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન ટ્રેક્ટર યોજના નામની એક યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ખોડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર 50 ટકા સુધીની સબસિડી મળવાપાત્ર છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને gujarati.abplive.com દ્વારા 17 ઓગષ્ટ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન ટ્રેક્ટર યોજના નામની કોઈ જ યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવી ન હોવાની માહિતી આપવામાં આવી હતી.

screenshot-gujarati.abplive.com-2020.08.17-21_53_59.png

Archive

વધુ એક સમાચારમાં પોસ્ટમાં કરવામાં આવેલા દાવાનું ખંડન કરવામાં આવ્યું હતું. જે તમે અહીં જોઈ શકો છો. gujarati.news18.com

અમારી વધુ તપાસમાં અમને ભારત સરકરના સત્તાવાર ટ્વિટર હેન્ડલ PIB Fact Check દ્વારા 15 ઓગષ્ટ, 2020 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા અડધી કિંમતમાં ટ્રેક્ટર આપવાના દાવાને ખોટો ગણાવવામાં આવ્યો છે. તેમજ આ જાહેરાત ખોટી હોવા ઉપરાંત કેન્દ્ર સરકારની આવી કોઈ યોજના નથી એવું જણાવવામાં આવ્યું છે.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન ટ્રેક્ટર સહાય યોજના નામની કોઈ જ યોજના શરૂ કરવામાં નથી આવી. સરકાર દ્વારા આ દાવાનું ખંડન કરવામાં આવ્યું છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન ટ્રેક્ટર સહાય યોજના નામની કોઈ જ યોજના શરૂ કરવામાં નથી આવી. સરકાર દ્વારા આ દાવાનું ખંડન કરવામાં આવ્યું છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર કેન્દ્ર સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી કિસાન ટ્રેક્ટર યોજના’ નામની યોજના શરૂ કરવામાં આવી...? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas

Result: False