
મોજીલુ ગુજરાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ વિડિઓ એટલો શેર કરો હત્યારો પકડાય જાય..
કળયુગ મા અમૂક ની માનવતા મરી ગઇ છે पैसो के लिए अस्पतालोमें कोरना के नाम पर मरीजो को मारा जा रहा है” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 9600થી વધૂ લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 573 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 23000 થી વધૂ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હોસ્પિટલ સ્ટાફ દ્વારા કોરોના દર્દીને મારી નાખવામાં આવ્યો છે તેનો વિડિયો છે.”
FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને બાંગ્લાદેશની વેબસાટ SOKALERSONGBAD.COM નામના વેબસાઈટનો એક આર્ટિકલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ સમગ્ર ઘટનાનું વર્ણન કરવામાં આવ્યુ હતુ અને જણાવવામાં આવ્યુ હતુ કે, આ ઘટના બાંગ્લાદેશના ફરિદપુરના દાદપુરના બોઆલમારીમાં ઘટના બનવા પામી હતી. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, મન્સુર મૌલા નામના વૃદ્ધ વ્યક્તિને બે પક્ષો વચ્ચેની લડત બાદ હોસ્પિટલમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. જે તમે નીચે વાંચી શકો છો.
DHAKATIMES24નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં સ્થાનિક પોલીસનું નિવેદન પ્રકાશિત કરવામાં આવ્યુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ફરીદપુરના બોઆલમારી ખાતે બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં મન્સુર મૌલા નામના વૃદ્ધનું મોત થયુ છે. આ ઘટના મંગળવારે રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ દાદપુર વિસ્તારમાં બની હતી. બંને પક્ષના 7 થી 8 લોકો ઘાયલ થયા હતા. બોઆલમારી પોલીસ અધિકારી (ઇન્ચાર્જ) (ઓસી) અમીનુર રહેમાને જણાવ્યું હતું કે દાદપુર ગામના ફઝલ ખારના પુત્ર અબુ બકકરની મંગળવારે સાંજે સોલેમાન મલ્લાહના પુત્ર કિબરીયા મોલ્લા સાથે બબાલ થઈ હતી. જેને કારણે ફઝલ ખારના લોકોએ રાત્રે છેલામન મોલ્લાના લોકો પર હુમલો કર્યો હતો. તે સમયે તેમના પાડોશી મન્સુર મૌલાએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને માથામાં વાગ્યુ હતુ. જો કે, તેમને બચાવી લેવામાં આવ્યા હતા અને તેમને ફરીદપુર જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન રાત્રે 1 વાગ્યે તેમનું મોત નીપજ્યું હતું. મૃતદેહને પીએમ માટે ફરીદપુર મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યો હતો.”
પ્રથોમાલો.કોમ (સંગ્રહ) નામની વેબસાઈટમાં આ અંગેનો વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ભારતનો નથી. તેમજ જે વૃધ્ધની હત્યા કરવામાં આવી રહી છે. તે વૃધ્ધની હત્યા બે જૂથ્થ વચ્ચેના ઝગડાને લઈ થઈ હતી.

Title:શું ખરેખર કોરોના દર્દીને હોસ્પિટલ સંચાલકો દ્વાર મારી નાખવામાં આવ્યા તેનો વિડિયો છે….? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
