Election 2024: રાજકોટ બેઠક પરથી સની લિઓન લોકસભાની ચૂંટણી લડશે…? જાણો શું છે સત્ય….

ગેરમાર્ગે દોરનાર I Misleading રાજકીય I Political રાષ્ટ્રીય I National

એપ્રિલ ફૂલના નામે આ મેસેજ છેલ્લા પાંચ વર્ષથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

ખૂબ જ ચર્ચામાં રહેલી રાજકોટ લોકસભાની બેઠકને લઈ હાલમાં એક ન્યુઝ પેપરનું કટિંગ શેર કરવામાં આવી રહ્યુ છે. જેની હેડલાઈનમાં લખવામાં આવ્યુ છે કે, હોટ અભિનેત્રી સની લીઓન રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડશે, આ મેસેજને લોકો સત્ય માની શેર કરી રહ્યા છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાજકોટ લોકસભા બેઠક પરથી અભિનેત્રી સની લિઓન લોકસભાની ચૂંટણી લડવાની છે.” 

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 01 એપ્રિલ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાજકોટ લોકસભા બેઠક પરથી અભિનેત્રી સની લિઓન લોકસભાની ચૂંટણી લડવાની છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ન્યુઝ પેપરના ક્ટિંગને ધ્યાનથી વાંચતા તેમા વર્ષ 2019ના ચાલતા મુદ્દાઓનો ઉલ્લેખ જોવા મળ્યો હતો, જેમ કે Meeto મુવમેન્ટ, ભાજપા દ્વારા ફિલ્મ કલાકારને મેદાને ઉતારવાની વાત, આ વાતો ન્યુઝ પેપરનું ક્ટિંગ જુનુ હોવાનુ જણાવી રહ્યા હતા. 

તેથી અમે ગૂગલ પર સર્ચ કરતા અમને 2019ની ટ્વિટર પર એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી જેની સાથે આ જ ન્યુઝ પેપરનું ક્ટિંગ શેર કરવામાં આવ્યુ હતુ, તમે નીચે આ ન્યુઝ પેપરનું ક્ટિંગ જોઈ શકો છો.

તેમજ વધુ સર્ચ કરતા અમને આ જ પોસ્ટ ગુજરાત સમાચારની 1 એપ્રિલ 2019ની તમામ શહેરની આવૃતીમાં પોસ્ટ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો. 

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે ગુજરાત સમાચારના ડીજીટલ હેડ તુષાર દવે જોડે વાત કરી હતી. તેમણે અમેને જણાવ્યુ હતુ કે, પહેલાના સમયમાં સમાચાર પત્રો દ્વારા 1 એપ્રિલના એક સમાચાર રમૂજ માટે ન્યુઝ પેપરમાં પ્રસારિત કરવામાં આવતા હતા. આ સમાચાર પણ પહેલી એપ્રિલના રમૂજ માટે જ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ સમાચારને હાલની ચૂંટણી સાથે કોઈ લેવા-દેવા નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સની લિઓનને લઈ વાયરલ થઈ રહેલો મેસેજ ફક્ત રમૂજ માટે બનાવવામાં આવ્યો હતો. જેને હાલની ચૂંટણી સાથે કોઈ લેવા-દેવા નથી. છેલ્લા પાંચ વર્ષથી આ મેસેજ સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Election 2024: રાજકોટ બેઠક પરથી સની લિઓન લોકસભાની ચૂંટણી લડશે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Misleading