ભાજપાના નેતા અને સમર્થકો વચ્ચે થયેલી બબાલના વિડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ગરમાગરમ વાતાવરણ છે. ત્યારે એક વિડિયો સોશિયલ મિડિયામાં એક વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં લોકો દ્વારા જૂદી-જૂદી કારના કાચને તોડતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઉત્તર પ્રદેશમાં લોકો ભાજપના નેતાઓના વાહનો ફોડીને પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ મહિલાની માસ્ક ન પહેરવા બદલ નહિં પરંતુ અજાણી વ્યક્તિ પર સૂપ નાખવા અને તેના પર થૂંકવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Abdul Kaiyum Baroda નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ડિસેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ઉત્તર પ્રદેશમાં લોકો ભાજપના નેતાઓના વાહનો ફોડીને પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારે શરૂઆતમાં અમને આ જ વિડિયો 8 ડિસેમ્બરેના યુપી તક નામની ચેનલ પર પ્રસારિત થયો હોવાનું જાણવા મળ્યુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ભાજપના બે નેતાઓ ભીડમાં ગયા હતા. રાજા અરિદમન સિંહ અને સુગ્રીવ સિંહ ચૌહાણના સમર્થકો ઉત્તર પ્રદેશના પિનાહટ શહેરના નંદાગાવા ચોકડી પર સામસામે આવી ગયા અને મામલો એટલો ગંભીર બની ગયો કે તેમની વચ્ચે મારામારી અને પથ્થરમારો થયો હતો.

આજતકના સમાચાર અનુસાર, આગરાના બાહ વિધાનસભા ક્ષેત્રમાંથી ભાજપની ટિકિટ મેળવવા માટે પૂર્વ મંત્રી અરિદમન સિંહ અને પૂર્વ બ્લોક ચીફ સુગ્રીવ સિંહ ચૌહાણ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.

આ દરમિયાન અરિદમન સિંહ તેમના સમર્થકો સાથે પિનાહટ શહેરમાંથી જન-જાગરણ રેલી કાઢી રહ્યા હતા; પરંતુ નંદાગાવા ચોકડી પર તેમના અને સુગ્રીવ સિંહના સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી. પહેલા તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો અને પછી પથ્થરમારો શરૂ થયો.

પોલીસને આ સમાચાર મળતા જ તેમણે પોતાની ફોર્સ મોકલીને સ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસનું કહેવું છે કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.

આજતક | સંગ્રહ

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વિડિયોમાં જોવા મળેલી અથડામણ ભાજપના બે નેતાઓના સમર્થકો વચ્ચે થઈ રહી છે. તેમના વાહનો પર સામાન્ય લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો ન હતો.

Avatar

Title:ભાજપાના નેતા અને સમર્થકો વચ્ચે થયેલી બબાલના વિડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો…

Fact Check By: Yogesh Karia 

Result: False

Leave a Reply