
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભૂકંપના સીસીટીવીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મધ્યપ્રદેશના રતલામમાં મોહરમ જુલૂસ દરમિયાન થયેલા અકસ્માતની ઘટનાનો આ વીડિયો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ મધ્યપ્રદેશના રતલામનો નહીં પરંતુ ઉત્તરપ્રદેશના અમરોહા ખાતે વર્ષ 2023માં બનેલી ઘટનાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાંથી સ્ક્રીનશોટ લીધો અને રિવર્સ ઈમેજ સર્ચ કર્યું. જેનાથી અમને દૈનિક ભાસ્કર દ્વારા વર્ષ 2023માં આ જ વાયરલ વીડિયો સાથેના સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ઉત્તરપ્રદેશના અમરોહામાં મોહરમના દિવસે તાજિયા જુલૂસ દરમિયાન તાજિયા એક હાઈટેન્સન વીજ લાઈનને અડી જતાં 2 લોકોના નોત થયા હતા અને 52 લોકો ઘાયલ થયા હતા.

ઉપરોક્ત આ જ માહિતી અને વીડિયો સાથેના ન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. dnaindia.com | bharatexpress.com | lokmatnews.in
વધુમાં અમને આ જ વીડિયો અને માહિતી સાથેના વીડિયો સમાચાર પણ દૈનિક જાગરણ દ્વારા 30 જુલાઈ, 2023ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, તાજિયાના જુલૂસનો આ વાયરલ વીડિયો મધ્યપ્રદેશના રતલામનો તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2023માં ઉત્તરપ્રદેશના અમરોહા ખાતે બનેલી ઘટનાનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ મધ્યપ્રદેશના રતલામનો નહીં પરંતુ ઉત્તરપ્રદેશના અમરોહા ખાતે વર્ષ 2023માં બનેલી ઘટનાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)


