આ એક સ્ક્રિપ્ટેડ વિડિયો છે જેમાં એક વૃદ્ધ માણસ તેના પુત્રના મૃત્યુ પછી એક યુવતી સાથે લગ્ન કરે છે તેમાં કોઈ વાસ્તવિક ઘટના દર્શાવવામાં આવી નથી.

એક યુવક યુવતીને વૃદ્ધ સાથે લગ્ન કરતો દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “પુત્રના અવસાન બાદ આ વ્યક્તિએ તેની પુત્રવધૂ સાથે લગ્ન કર્યા હતા.

વિડિયોમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે મહિલાએ સ્વીકાર્યું કે તેણે તેની મરજીથી વૃદ્ધ સાથે લગ્ન કર્યા છે, જ્યારે વાર્તાકાર મહિલાને આ લગ્નનું કારણ પૂછે છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Vipul Prajapati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 એપ્રિલ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પુત્રના અવસાન બાદ આ વ્યક્તિએ તેની પુત્રવધૂ સાથે લગ્ન કર્યા હતા.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને સંપૂર્ણ વીડિયો પ્રાપ્ત થયો હતો. જે વીડિયો ડિફેન્સિવ મોડ નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો.

જે વીડિયોના અંતમાં માહિતી આપવામાં આવી હતી કે, "આ વિડિયોમાંની દરેક વસ્તુ કાલ્પનિક છે. કાલ્પનિક કારણ કે, વાસ્તવિકતા કહેવા અથવા બતાવવા માટે ખૂબ જ કડવી છે. આપણા જેવા દેશોમાં જે ખરેખર થઈ રહ્યું છે તેની સરખામણીમાં આમાં બતાવવામાં આવેલી ઘટનાઓ વાસ્તવિક નથી."

તેમજ આ સંપૂર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ એક સ્ક્રિપ્ટેડ વિડિયો છે જેમાં એક વૃદ્ધ માણસ તેના પુત્રના મૃત્યુ પછી એક યુવતી સાથે લગ્ન કરે છે તેમાં કોઈ વાસ્તવિક ઘટના દર્શાવવામાં આવી નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:વૃદ્ધ માણસનો તેની પુત્રવધૂ સાથે લગ્ન કરવાનો સ્ક્રિપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટના તરીકે વાયરલ… જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: False