રોટલી વહેંચી રહેલી બાળકીનો જૂનો ફોટો હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનમાં રોટલી વહેંચી રહેલી બાળકીનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો વર્ષ 2017 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ ફોટોને હાલમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલન સાથે કોઈ સંબંધ નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

અમરેલી નો ખુંખાર પાસિયૉ નામના ફેસબુક યુઝર દ્વારા 06 જાન્યુઆરી, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ધન્ય છે આ ખેડૂત બાળને ફૂલ થી પણ કોમળ હાથથી ખેડૂતોને બે ટંક નું જમવાનું પીરસી રહ્યું છે… આખા દેશ નું પેટ ભરવા વાળો અન્નદાતા આજે રોડ ઉપર આંદોલન કરી રહ્યો હોય અને તેને સાંભળવા વાળું કોઈ નો હોઈ… એનાથી મોટી આપણી કમનસીબી શુ હોઈ શકે…. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનમાં રોટલી વહેંચી રહેલી બાળકીનો છે.

screenshot-www.facebook.com-2021.01.11-22_14_35.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને Guru Ka Langar  નામના ફોસબુક પેજ પર પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો 14 જુલાઈ, 2017 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ગુરુ કા લંગરનો આ ફોટો છે.

Archive

આજ ફોટો અમને Garebo Wala ko 100 Rufy દ્વારા 4 માર્ચ, 2017 ના રોજ ફેસબુક પર અપલોડ કરવામાં આવ્યો હતો. પરંતુ આ ફોટો ક્યાંનો છે? એ વિશેની અમને વધુ કોઈ માહિતી પ્રાપ્ત થઈ નહતી. પરંતુ એ ચોક્કસ કહી શકાય કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા બાળકીના આ ફોટોને તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલન સાથે કોઈ જ સંબંધ નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો વર્ષ 2017 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ ફોટોને હાલમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલન સાથે કોઈ સંબંધ નથી.

Avatar

Title:રોટલી વહેંચી રહેલી બાળકીનો જૂનો ફોટો હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના નામે વાયરલ…

Fact Check By: Vikas Vyas 

Result: False