શું ખરેખર ભાજપના નેતાએ કહ્યું કે મહારાણા પ્રતાપના પિતા ભાજપના કાર્યકર હતા..? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

આ વીડિયોને કટ કર્યા બાદ શેર કરવામાં આવી રહ્યો છે. આમાં દેખાતો વ્યક્તિ કોઈ બીજેપી નેતા નથી, પરંતુ કોંગ્રેસ નેતા રઘુવીર મીણા છે.

ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે એક વ્યક્તિને કહેતા સાંભળી શકો છો કે, મહારાણા પ્રતાપના પિતા ભાજપના કાર્યકર હતા. આ વિડિયો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વિડિયોમાં દેખાતો વ્યક્તિ ભાજપનો નેતા છે અને તેણે કહ્યું છે કે મહારાણા પ્રતાપના પિતા ભાજપના કાર્યકર હતા.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Vijay Savani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 05 November 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વિડિયોમાં દેખાતો વ્યક્તિ ભાજપનો નેતા છે અને તેણે કહ્યું છે કે મહારાણા પ્રતાપના પિતા ભાજપના કાર્યકર હતા.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

જ્યારે અમે આ વીડિયો જોયો ત્યારે અમને ત્યાં “મેવાડ ન્યૂઝ 86” લખેલું જોવા મળ્યું. તમે નીચે આપેલ ચિત્રમાં જોઈ શકો છો.

આ વાતને ધ્યાનમાં રાખીને અમે યુટ્યુબ પર “મેવાડ ન્યૂઝ 86” ની ચેનલ સર્ચ કરી. તે પછી અમને તેનો મૂળ વિડિયો 29 ડિસેમ્બર 2021ના રોજ પ્રસારિત થયેલો મળ્યો. તેની સાથે આપવામાં આવેલી માહિતી જણાવે છે કે તેમાં જોવા મળતી વ્યક્તિ કોંગ્રેસ નેતા રઘુવીર મિણા છે.

આમાં, 1.29 મિનિટથી, તમે જોઈ શકો છો કે રઘુવીર મિણા કહી રહ્યા છે કે ભાજપના અધ્યક્ષ સતીશ પુનિયા મહારાણા પ્રતાપને લોકોની સામે એવી રીતે રજૂ કરે છે કે જાણે મહારાણા પ્રતાપના પિતા ભાજપના કાર્યકર હતા.

તેના પરથી આપણે કહી શકીએ કે, વાયરલ વીડિયો અધૂરો છે અને તેને કાપીને વાયરલ કરવામાં આવી રહ્યો છે. તેમાં રઘુવીર મિણાની આખી વાર્તાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તમે નીચે આપેલા તુલનાત્મક વિડીયોમાં વાયરલ વિડીયો અને મૂળ વિડીયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો. 

આ પછી અમે પુષ્ટિ કરી કે રઘુવીર મિણા કોંગ્રેસના નેતા છે કે નહીં. અમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સત્તાવાર વેબસાઇટ પર માહિતી મળી કે રઘુવીર મિણા કોંગ્રેસ કાર્યકારી સમિતિના સભ્ય છે.

પરિણામ 

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વિડિયોમાં જોવા મળતી વ્યક્તિ બીજેપી નેતા નથી, કોંગ્રેસના નેતા રઘુવીર મિણા છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર ભાજપના નેતાએ કહ્યું કે મહારાણા પ્રતાપના પિતા ભાજપના કાર્યકર હતા..? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False