શિવસેનાના પોસ્ટરના રંગને બદલી ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યુ... જાણો શું છે સત્ય....
મુંબઈમાં શિવસેનાના નેતા ટીપુ સુલતાનને સલામ કરતા હોય તેવા પોસ્ટર હાલમાં સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ પોસ્ટરમાં શિવસેનાના પરંપરાગત ભગવા રંગને બદલે લીલો રંગ જોવા મળે છે. તેમજ પાર્ટીનું નામ, લોગો અને બાલા સાહેબ ઠાકરેની પ્રખ્યાત ભગવા શોલ પણ લીલા રંગમાં બતાવવામાં આવી છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “શિવસેના દ્વારા તેમનો પરંપરંગાત ભગવોરંગ ત્યાંગી અને લિલો રંગનો સહારો લીધો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ મહિલાની માસ્ક ન પહેરવા બદલ નહિં પરંતુ અજાણી વ્યક્તિ પર સૂપ નાખવા અને તેના પર થૂંકવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
चाणक्य शिष्य मयूर નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 નવેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “શિવસેના દ્વારા તેમનો પરંપરંગાત ભગવોરંગ ત્યાંગી અને લિલો રંગનો સહારો લીધો છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે આ પોસ્ટરમાં જોયુ કે સલમાન હાશ્મી નામના યુવા શિવસેના આયોજકનો ફોટો છે. તેથી ફેક્ટ ક્રેસેન્ડો હિન્દી ટીમએ તેમનો સીધો સંપર્ક કર્યો. તેઓએ અમને ઉપરોક્ત પોસ્ટર બનાવટી હોવાનું જણાવ્યું હતું.
"જે પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે તે નકલી છે. મારા પોસ્ટરને એડિટ કરીને લીલો કલર આપવામાં આવ્યો છે, એમ તેણે કહ્યું હતું. “મારા તમામ પોસ્ટરમાં નારંગી રંગની બોર્ડર છે અને બાળાસાહેબ ઠાકરેનું છીપ હંમેશા ભગવુ જ છે. વિપક્ષ શિવસેનાને બદનામ કરવા અને ધાર્મિક લાગણીઓ ભડકાવવાનું કામ કરી રહ્યુ છે. આવું કરનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.”
તેઓએ ફેક્ટ ક્રેસેન્ડો પર અસલ પોસ્ટર પણ મોકલ્યું. તમે તેને નીચે જોઈ શકો છો.
અમને સલમાન હાશ્મીના ફેસબુક એકાઉન્ટ પર અન્ય પોસ્ટર પણ મળ્યા. આ તમામ પોસ્ટરમાં કેસરી બોર્ડર છે. વળી, શિવસેનાનું નામ, લોગો અને બાળાસાહેબ ઠાકરેની શોલ બધું જ મૂળ રીતે છે.
આ મામલે સલમાન હાશ્મીએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. તેણે બીજેપી ધારાસભ્ય અતુલ ભાટખાલકર પર નકલી પોસ્ટર બનાવીને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, શિવસેનાના ઓરિજનલ પોસ્ટર સાથે છેડછાડ કરીને તેને ધાર્મિક રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શિવસેનાના નેતાએ ગ્રીન પોસ્ટર નથી બનાવ્યું. પરંતુ તેમનો પરંપરાંગત ભગવો રંગ જ રાખ્યો છે.
Title:શિવસેનાના પોસ્ટરના રંગને બદલી ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યુ...
Fact Check By: Yogesh KariaResult: False