શું ખરેખર લોકડાઉન દરમિયાન સાંસદ મનોજ તિવારીએ સોશિયલ ડિસ્ટિનટિંગનો ભંગ કર્યો હતો..? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Bharat Chauhan Koli નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સોસીઅલ દિસતાનસીંગ ના ભંગ બદલ આ દિલ્હી ના સાંસદ મનોજ તિવારી ઉપર કોઈ પગલાં નહિ ભરે માટે કોઈએ ફરિયાદ વિષે તો બોલવું જ નહિ” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 9 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 લોકોએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 15 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સાસંદ મનોજ તિવારી દ્વારા લોકડાઉન દરમિયાન સોશિયલ ડિસ્ટિંગનો ભંગ કરવામાં આવ્યો.

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને 17 માર્ચ 2020ના ધ ટ્રિવ્યૂન દ્વારા પ્રસારિત એક યુટ્યુબ વિડિયો પ્રાપ્ત થયો હતો. આ વિડિયોના શીર્ષકમાં લખવામાં આવ્યુ હતુ કે, “કોરોના વાયરસ પર જાગૃતતા અભિયાન દરમિયાન મનોજ તિવારી દ્વારા માસ્ક અને સૈનેટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યુ” 

આ વિડિયને 17 માર્ચ 2020ના મનોજ તિવારીની ઓફિસ દ્વારા તેમના ટ્વિટર એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે, “પ્રદેશ અધ્યક્ષ અને માનનીય સાંસદ શ્રી મનોજ તિવારી દ્વારા કોરોના દરમિયાન જાગૃતતા અભિયન કરવામાં આવ્યુ અને હનુમાન મંદિર, કનોટ પ્લેસની સામે સેનેટાઈઝ અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યુ.

ARCHIVE

આ ઘટનાનો બીજો વિડિયો ભાજપા દિલ્હીના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ ટ્વિટમાં લખવામાં આવ્યુ હતુ કે, “આવો સાથે મળી વિશ્વભરમાં ફેલાયેલી કોરોના મહામારી સામે લડી તેને હરાવી. સાચી રીતે બચાવ જ તેના પ્રભાવનો રોકી શકે તેમ છે. આપણે રહી સુરક્ષિત બીજાને પણ રાખી સુરક્ષિત-પ્રદેસ અધ્યક્ષ શ્રી મનોજ તિવારી”

ARCHIVE

મનોડ તિવારી દ્વારા પણ આ જ વિડિયોને તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી રિટ્વિટ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

ઉપરોક્ત સંશોધનથી, તે સ્પષ્ટ થઈ ગયું છે કે આ વિડિઓ 17 માર્ચ, 2020નો છે, અને લોકડાઉન 25 માર્ચ, 2020 ના રોજ લાગુ કરવામાં આવ્યું છે, જે સ્પષ્ટ કરે છે કે આ વિડિઓ લોકડાઉન પહેલાનો છે.

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો લોકડાઉન પહેલાનો છે. સાંસદ મનોજ તિવારી દ્વારા કોરોના સામે જાગૃતતા લાવવા માટે અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ.

Avatar

Title:શું ખરેખર લોકડાઉન દરમિયાન સાંસદ મનોજ તિવારીએ સોશિયલ ડિસ્ટિનટિંગનો ભંગ કર્યો હતો..? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False