ગત માસમાં ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યા બાદ સમગ્ર દેશમાં લોકો નારાજ થયા હતા. જ્યારે પાકિસ્તાનને સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા ભારે રસા કસી બાદ હાર આપી ત્યારે ઓસ્ટ્રલિયા સાથે ભારતના લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ વચ્ચે એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ લુઘી પહેરી અને પોતાના બંને હાથ ફટાકડા લઈને ઉજવણી કરી રહ્યો છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સેમિફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાનની હારની ઉજવણી કેરળમાં કરવામાં આવી તેનો ફોટો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો સાઉથ ઈન્ડિયન મુવી પોરીંચુ મરિયમ જોસ – 2નો છે. પાકિસ્તાનની હારની કેરળમાં ઉજવણી કરવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

चाणक्य शिष्य मयूर નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 નવેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સેમિફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાનની હારની ઉજવણી કેરળમાં કરવામાં આવી તેનો ફોટો છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને floweroriginals.com નામની વેબસાઈટ વર્ષ 2019નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં ફોટોનો ઓરિજનલ વિડિયો શેર કરવામાં આવ્યો હતો અને સાથે માહિતી આપવામાં આવી હતી કે,“ફિલ્મ 'પોરીંચુમરિયમજોસ'ને સિનેમા ઘરોમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મમાં ચેમ્બન વિનોદ, જોજુ જ્યોર્જ અને નાયલા ઉષા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન જોશીએ કર્યું છે. ફિલ્મનું નવું ટીઝર હવે દર્શકોમાં આકર્ષણ બનાવી રહ્યા છે. ટીઝરનું મુખ્ય આકર્ષણ ચેમ્બન વિનોદનો ડિસ્કો ડાન્સ છે.

સત્યમ વિડિયોઝ દ્વારા તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પોરીંચુ મરિયમ જોસ નું ઓફિશિયલ ટ્રેલર રિલિઝ કર્યુ હતુ. જેમાં શરૂઆતમાં જ આ ફોટો હતો. આ ટ્રેલર તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો સાઉથ ઈન્ડિયન મુવી પોરીંચુ મરિયમ જોસ – 2નો છે. પાકિસ્તાનની હારની કેરળમાં ઉજવણી કરવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:શું ખરેખર કેરળમાં પાકિસ્તાનની હારની ઉજવણી કરવામાં આવી તેનો ફોટો છે...?

Fact Check By: Yogesh Karia

Result: Satire