પીએમ મોદીએ ભગવાન ગણેશની મૂર્તિનો અસ્વીકાર કર્યો ન હતો; ખોટા દાવા સાથે અધૂરો વીડિયો વાયરલ થયો…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફૂટેજમાં પીએમ મોદી એક કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર દેખાય છે; લોકોના ટોળા વચ્ચે, એક વ્યક્તિ તેમને ભગવાન ગણેશની મૂર્તિ રજૂ કરવાનો પ્રયાસ કરે છે. જોકે, વડા પ્રધાન મૂર્તિ સ્વીકારતા નથી, અને તેમની બાજુમાં ઉભેલી એક વ્યક્તિ પ્રસ્તુતકર્તાને દૂર ખસેડવા માટે આગળ વધે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પીએમ નરેન્દ્ર મોદીએ ભગવાન ગણેશની મુર્તિનો સ્વિકાર કરવાની ના પાડી દીધી હતી.

INSTAGRAM | ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

અમારી તપાસની શરૂઆતમાં, અમે વીડિયોને કીફ્રેમ્સના માધ્યમથી રિવર્સ ઇમેજ સર્ચ કરતા. અમને 3 મે, 2023ના રોજ ANI ના ટવિટર હેન્ડલ પર પોસ્ટ કરાયેલા ઘણા ફોટોગ્રાફ્સ પ્રાપ્ત થયા હતા. – જે વાયરલ વીડિયોમાં દેખાતી છબીઓ સાથે મેળ ખાતા હતા.

ફોટોગ્રાફ્સ સાથે એક કેપ્શન હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં કર્ણાટકના ઉત્તરા કન્નડ જિલ્લામાં સ્થિત અંકોલામાં એક જાહેર સભાને સંબોધિત કરશે.

અમારી તપાસમાં આગળ જતાં, અમને ભાજપની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર આ મેળાવડાના સંપૂર્ણ વીડિયો મળ્યા, જે 3 મે, 2023ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં, અમે વાયરલ ક્લિપમાં દેખાતા 2 મિનિટ 5 સેકન્ડના ચોક્કસ ભાગને ઓળખી કાઢ્યો. આ દ્રશ્યમાં, સ્ટેજ પર ઉભેલા વ્યક્તિઓ પીએમ મોદીને ભેટો આપતા જોવા મળે છે. ત્યારબાદ, તેમના માથા પર મુગટ મૂકવામાં આવે છે, ત્યારબાદ *અંગવસ્ત્ર* અને શાલ પહેરવામાં આવે છે. આ વચ્ચે, વાયરલ વીડિયોમાં દેખાતો વ્યક્તિ ભગવાન ગણેશની મૂર્તિ પકડીને પીએમ મોદી પાસે આવે છે; પીએમ મોદી તેમની સાથે વાત કરે છે અને તેમને પાછળ હટવાનો ઈશારો કરે છે. ત્યારબાદ, પીએમ મોદીના ગળામાં માળા પહેરાવવામાં આવે છે, ત્યારબાદ તે જ વ્યક્તિ તેમને ભગવાન ગણેશની મૂર્તિ ભેટ આપે છે. પીએમ મોદી ગણેશ મૂર્તિ સ્વીકારે છે અને તેની સાથે ફોટોગ્રાફ પણ પડાવે છે.

અંતે, અમે વાયરલ વીડિયોનું વિશ્લેષણ અમને મળેલા વીડિયો સાથે કર્યું. આ વિશ્લેષણ દર્શાવે છે કે પીએમ મોદીએ ભગવાન ગણેશની મૂર્તિ સ્વીકારવાનો ઇનકાર કર્યો ન હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો 2023નો છે, જેમાં પીએમ મોદી ભગવાન ગણેશની મૂર્તિ સ્વીકારે છે અને ફોટોગ્રાફ પણ પડાવે છે. અધુરા વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

Result Stamp

Title: પીએમ મોદીએ ભગવાન ગણેશની મૂર્તિનો અસ્વીકાર કર્યો ન હતો; ખોટા દાવા સાથે અધૂરો વીડિયો વાયરલ થયો…

Fact Check By: FRANY KARIA

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *