પ્રથમ પાંચ ભારતીય શિક્ષણ મંત્રીઓની યાદીમાં બીજા નંબરે છે ડૉ. કે.એલ. શ્રીમાળી. તે મુસ્લિમ સમુદાયના નથી. આથી પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક છે.

સોશિયલ મીડિયામાં હાલમાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભારતના શિક્ષણ મંત્રીઓને લઈ વાત કરવામાં આવી રહી છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આઝાદી બાદ ભારતના પ્રથમ પાંચ શિક્ષણ પ્રધાનો મુસ્લિમ સમુદાયમાંથી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 07 જાન્યુઆરી 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આઝાદી બાદ ભારતના પ્રથમ પાંચ શિક્ષણ પ્રધાનો મુસ્લિમ સમુદાયમાંથી છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે આ અંગે સર્ચ કરતા અમને ભારતના શિક્ષણ પ્રધાનોની યાદી શિક્ષણ મંત્રાલય સાથે સંબંધિત વેબસાઇટ પર મળી હતી. આ યાદીમાં, જોઈ શકાય છે કે ભારતના પ્રથમ પાંચ શિક્ષણ પ્રધાનો મૌલાના અબુલ કલામ આઝાદ, ડો. કે.એલ. શ્રીમાળી, હુમાયુ કબીર, એમ.સી. ચાગલા અને ફખરુદ્દીન અલી અહેમદ. તેમના કાર્યકાળ સંબંધિત ચોક્કસ વિગતો વેબસાઇટ પર વાંચી શકાય છે. તે મંત્રીઓ અંગેની માહિતી ‘કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ 1947-2015’ દસ્તાવેજમાં પણ મળી શકે છે. યાદીમાં બીજા નંબરે છે, ડૉ. કે.એલ. શ્રીમાળી, મુસ્લિમ સમુદાયના નથી.

List of former education minister

તેમજ વધુ સર્ચ કરતા અમે ડો.કે.એલ.શ્રીમાળી અંગે સર્ચ કરતા અમને ડો. કે.એલ. શ્રીમાળી વિશે અહીં ક્લિક કરીને વાંચી શકાય છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે,પ્રથમ પાંચ ભારતીય શિક્ષણ મંત્રીઓની યાદીમાં બીજા નંબરે છે ડો. કે.એલ. શ્રીમાળી. તે મુસ્લિમ સમુદાયના નથી. આથી પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:ભારતના તમામ પ્રથમ પાંચ શિક્ષણ પ્રધાનો મુસ્લિમ સમુદાયના નથી.. જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: Misleading