
તાજેતરમાં સોશિયલ મીડિયા પર કંગના રાણૌતના ફોટાને કાળો કલર કરી રહેલી મહિલાઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં કંગના રાણૌતને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો તેના લીધે તેનો વિરોધ કરી રહેલી મહિલાઓનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કંગના રાણૌતના વિરોધનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2020 માં કંગના રાણૌત દ્વારા મુંબઈ પર એક વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું તે સમયે થાણે ખાતેની શિવસેનાની આનંદ મઠની મહિલાઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો તેનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Bhavik Amin નામના ફેસબુક યુઝર દ્વારા 14 નવેમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, કંગના ને પદ્મશ્રી પુરસ્કાર મળ્યા ની ખુશી વ્યક્ત કરતાં ભારતીયો….. પોસ્ટમાં મૂકવામાં આવેલા લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં કંગના રાણૌતને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો તેના લીધે તેનો વિરોધ કરી રહેલી મહિલાઓનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર ઈટીવી ભારત દ્વારા 4 સપ્ટેમ્બર, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, “કંગના રાણૌતે મુંબઈની સ્થિતિ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર જેવી હોવાથી તેને ત્યાં રહેવાનો ડર લાગે છે એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું ત્યારે શિવસેનાની થાણે સ્થિત આનંદમઠની મહિલા કાર્યકર્તાઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.”
આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. India Today | FilmiBeat
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કંગના રાણૌતના વિરોધનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2020 માં કંગના રાણૌત દ્વારા મુંબઈ પર એક વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું તે સમયે થાણે ખાતેની શિવસેનાની આનંદ મઠની મહિલાઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો તેનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.

Title:કંગના રાણૌતના વિરોધનો જૂનો વીડિયો ભ્રામક માહિતી સાથે વાયરલ…
Fact Check By: Vikas VyasResult: Misleading
