
Mitesh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ઈમરાન ખાન ની પત્ની કોરોના પોઝીટીવ ઈમરાન ખાન નો ડ્રાઈવર કોરોના પોઝીટીવ ખાલી ઈમરાન ખાન કોરોના નેગેટિવ દયા પતા લગાઓ દાલ મે કુછ કાલા હૈ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 40 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ તેમનો પ્રતિભાવ જણાવ્યો હતો અને 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના પત્નીને કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા આજતક ચેનલના સ્ક્રિન શોટનું એનાલિસીસ કર્યુ હતુ. જેમાં ટોપમાં જમણી તરફ પર આજતકનો લોગો બ્લર થયેલો છે. તેમજ બ્રેકિંગ ન્યુઝની પ્લેટ પણ કોર્નરમાં અધુરી છે. તેમજ ફોન્ટ પણ અલગ જ છે. જે તમે નીચે જોઈ શકો છો.
ઈમરાન ખાનની રાજનૈતિક પાર્ટી પાકિસ્તાન-એ-તહરીફ-ઈંસાફ ના સેનેટર ફૈઝલ જાવેદ ખાન દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરી માહિતી આપવામાં આવી હતી કે, “ઈમરાન ખાનની પત્નીને કોરોના પોઝિટીવ હોવાની વાત તદ્દન ખોટી છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ઈમરાન ખાનની પત્નીને કોરોના રિપોર્ટ આવ્યો તે વાત તદ્દન ખોટી છે. આ માહિતી તેમની પાર્ટીના સેનેટર દ્વારા ટ્વિટ કરી આ માહિતી આપવામાં આવી હતી.

Title:શું ખરેખર પાકિસ્તાની વડપ્રધાન ઈમરાન ખાનના પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
