શું ખરેખર કોરોનાના મૃતકોની લાશ દરિયા કિનારે આવી તેના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

Coronavirus False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Bhagirathsinh Jadeja દ્વારા તારીખ 11 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. મહેરબાની કરીને કોઈ દરિયા ની મચ્છી ખાતા નઇ. બધાજ દેશો કોરોના માં મરેલા ની લાશ દરિયામાં માં ફેંકે છે. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 7 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 5 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવ્યા હતા. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે,“કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોને દરિયામાં નાખી દેવામાં આવ્યા તેનો વિડિયો છે.

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

આ વિડિયો કોરોનાના કહેર પહેલાનો ઈન્ટરનેટ પર ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યુ હતુ.  યુટ્યુબ પર 19 જૂન 2019ના આ વિડિયો અપલોડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE 

ત્યારબાદ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને યુરોપિયન ન્યુઝ ચેનલ EURONEWS દ્વારા તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો 25 ઓગસ્ટ 2014ના અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આફ્રિકાના પ્રવાસીઓએ યુરોપ પાર કરતી વખતે પોતાનો જીવ ગુમાવ્યો હતો.” 

ARCHIVE

EURONEWS દ્વારા પ્રસારિત અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “લીબિયાના સમુદ્ર તટ પરના આ દ્ર્શ્યો છે. પ્રવાસીયોની લાશોને ધોવામાં આવી હતી અને લીબિયાના અધિકારીઓ દ્વારા 100થી વધારે લાશો એકઠી કરવામાં આવી હતી.” 

EURONEWS | ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વર્ષ 2014ના લીબિયાના સમુદ્ર કિનારાના વિડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. કોરોના સાથે આ વિડિયોને કોઈ લેવા દેવા નથી.

Avatar

Title:શું ખરેખર કોરોનાના મૃતકોની લાશ દરિયા કિનારે આવી તેના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •