
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વિશાલ દદલાનીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં NEET પેપર લીક મુ્દે નિવેદન આપ્યા બાદ વિશાલ દદલાનીને ઈન્ડિયન આઈડલમાંથી બહાર કરવામાં આવ્યા પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં NEET પેપર લીક મુ્દે નિવેદન આપ્યા બાદ વિશાલ દદલાનીને ઈન્ડિયન આઈડલમાંથી બહાર કરવામાં આવ્યા હોવાની જે માહિતી આપવામાં આવી છે એ તદ્દન ખોટી છે. વિશાલ દદલાનીએ પોતે તેમના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ દાવાનું ખંડન કર્યું છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને ગુગલનો સહારો લઈ સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલી આ જ માહિતી સાથેના સમાચાર આજ તક દ્વારા 27 મે, 2026ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, બોલીવુડના સંગીતકાર અને ગાયક વિશાલ દદલાની હાલમાં ઈન્ડિયન આઈડલ 16માં ન્યાયાધીશ તરીકે સેવા આપી રહ્યા છે. વિશાલ એવા સેલિબ્રિટીઓમાંનો એક છે જે દરેક મુદ્દા પર ખુલીને બોલે છે. તાજેતરમાં, તેમણે NEET પેપર લીક વિવાદ પર પોતાના વિચારો શેર કર્યા; આ મુદ્દા અને દેશની “નિરાશાજનક સ્થિતિ” પર નિરાશા વ્યક્ત કરતા, તેમણે લોકોને આવા “અભણ ગવારો”ને સત્તામાં ન લાવવા વિનંતી કરી. આ પછી, અહેવાલો બહાર આવ્યા કે, તેમને ઈન્ડિયન આઈડલ 16માંથી દૂર કરવામાં આવ્યા છે.
મંગળવારે વિશાલે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી. તેમણે સ્પષ્ટતા કરી કે, આ અહેવાલોમાં કોઈ સત્ય નથી. અફવાઓને ફગાવતા તેમણે લખ્યું, “યાદ રાખો, તમે ઓનલાઇન જે જુઓ છો તે બધું માનશો નહીં. ઘણી બધી ચાલાકી ચાલી રહી છે. જે સાચું છે તેના માટે લડતા રહો અને જે કહેવાની જરૂર છે તે કહેતા રહો.”

ત્યાર બાદ અમને વિશાલ દદલાની દ્વારા તેમના ઈન્સ્ટાગ્રામ પર કરવામાં આવેલી એજ પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં તેઓએ વાયરલ દાવાનું ખંડન કર્યું છે.
અમારી વધુ તપાસમાં અમને બોલીવુડ નાઉ નામનું એક સત્તાવાર યુટ્યુબ એકાઉન્ટ પ્રાપ્ત થયું હતું. જેમાં પણ 28 મે, 2026ના રોજ વાયરલ દાવાનું ખંડન કરવામાં આવ્યું છે.
ત્યાર બાદ અમે ઈન્ડિયન આઈડલના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પર સર્ચ કરતાં અમને ક્યાંય પણ વાયરલ દાવા અંગેની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ 31 મે, 2026ના રોજ કરવામાં આવેલી એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં કેપ્શનમાં એવું લખવામાં આવ્યું હતું કે, Yeh thi Manraj ki shaandar performance
Aisi aur performances ke liye…
Dekhiye Indian Idol, Sat-Sun raat 8 baje #SonyEntertainmentTelevision aur SonyLIV par.
[Yaadon Ki Playlist, Indian Idol, New Season, Shreya Ghoshal, Badshah, Vishal Dadlani, Reality Show]
જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, વિશાલ દદલાનીને ઈન્ડિયન આઈડલ 16માંથી બહાર કરવામાં આવ્યા હોવાની માહિતી તદ્દન ખોટી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં NEET પેપર લીક મુ્દે નિવેદન આપ્યા બાદ વિશાલ દદલાનીને ઈન્ડિયન આઈડલમાંથી બહાર કરવામાં આવ્યા હોવાની જે માહિતી આપવામાં આવી છે એ તદ્દન ખોટી છે. વિશાલ દદલાનીએ પોતે તેમના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ દાવાનું ખંડન કર્યું છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)


