યુપીના ઉન્નવ મેદાનમાં થયેલી લડાઈને ખોટી રીતે સાંપ્રદાયિક રીતે દર્શાવવામાં આવી રહી…….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Mohsin Parmar નામના ફેસબુક યુઝર દ્વારા 11 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. आज उन्नाव के मदरसों के बच्चों को नफरत का शिकार बनाया गया है मदरसे के बच्चे क्रिकेट खेल रहे थे उनसे जय श्रीराम के नारे लगवाये गए और पिटाई करी गयी नए भारत मे आप भी शिकार बनेंगे खामोश रह कर ये ना सोचे कि बच जाएंगे શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 17 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, 5 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 35 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ઉત્તર પ્રદેશના ઉન્નાવ મેદાનમાં કેટલાક બાળકો પાસે જબરદસ્તીથી જય શ્રી રામના નારા લગાડવા મજબૂર કરવામાં આવ્યા તેમજ તેઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો તો તેમને મારવામાં આવ્યા..

FACEBOOK | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. અમે આ ઘટનાને સમાચારોમાં શોધવાનો પ્રયત્ન કર્યો હતો. પરિણામમાં અમને ઘણા મિડિયા રિપોર્ટ મળ્યા હતા. ત્યારબાદ અમે ઉન્નાવના કોતબાલી પોલીસ સ્ટેશનના એસએચઓ દિનેશ મિશ્રા સાથે વાત કરી હતી,  તેમણે અમને જણાવ્યુ હતુ કે, ‘ઉન્નાવમાં આ ઘટનાને લઈ ભગવાન જેવા નારા લગાડવાની કોઈ ઘટનના ન હતી બની. આ વિવાદ કિક્રેટને લઈ શરૂ થયો હતો. રમતા-રમતા બાળકો વચ્ચે લડાઈ થઈ હતી, જેના કારણે વિવાદ વિકર્યો હતો.’

તેમજ તેમણે જણાવ્યુ હતુ કે, ‘જામા મસ્જિદ મદરેસાના ત્રણ બાળકો ગુરૂવારના ગવર્મેન્ટ ઈન્ટર કોલેજના કિક્રેટ ગ્રાઉન્ડ પર રમતા હતા, તે દરમિયાન અન્ય છોકરાવ સાથે માથાકુટ થઈ હતી, સોશિયલ મિડિયામાં કરવામાં આવેલા દાવા સંપૂર્ણ રીતે ખોટા છે.’

ત્યારબાદ અમને એક પ્રેસનોટ પ્રાપ્ત થઈ હતી, જેમાં આ ઘટનાને લઈ પોલીસ દ્વારા કરવામાં આવેલી શરૂઆતની તપાસ વિશે જણાવવામાં આવ્યુ હતુ. 

પોલીસ દ્વારા અત્યાર સુધીના તપાસના પરિણામો પરથી એ સ્પષ્ટ થઈ ગયુ હતુ કે, ઉક્ત પ્રકરણમાં સાંપ્રદાયિક્તાના નામ પર સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહેલા અલગ-અલગ દાવાઓ ખોટા છે. આ ઘટના અમુક બાળકોના ક્રિકેટ રમવાના કારણે થઈ હતી.  

ત્યારબાદ અમને ઉત્તર પ્રદેશ ઉન્નાવ પોલીસના ઓફિશીયલ ટ્વિટર એકાઉન્ટ પર આ પ્રકરણને શોધવાના પ્રયત્ન કર્યો હતો, અમને એક ટ્વીટ પ્રાપ્ત થયુ હતુ. ટ્વીટમાં લખવામાં આવ્યુ હતુ કે, “#uppolice થાણા કોટવાલી ક્ષેત્રાંતર્ગત જીઆઈસી મેદાનમાં બાળકો ક્રિકેટ રમતા હતા તે દરમિયાન મારપીટની થયેલી ઘટનાના અનુસધાનમાં શ્રીમાન ક્ષેત્રધિકારી નગર મહોદય દ્વારા આપવામાં આવેલી બાઈટ.’ આ ટ્વીટમાં એક વિડિયો પણ મુકવામાં આવ્યો હતો.  

ARCHIVE

ARCHIVE

તેમજ આ ઘટના પર ઉન્નાવ પોલીસ દ્વારા ટ્વીટના રૂપ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યુ હતું.

ARCHIVE

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વિવાદ છોકરાવ વચ્ચે ક્રિકેટ રમવાને લઈ થયો હતો. જેમાં કોઈ ધાર્મિક નારા લગાડવાની વાત નથી કરવામાં આવી. આ ઘટના કોઈપણ સ્વરૂપે સાંપ્રદાયિકતા સાથે જોડાયેલી નથી.  

Avatar

Title:યુપીના ઉન્નવ મેદાનમાં થયેલી લડાઈને ખોટી રીતે સાંપ્રદાયિક રીતે દર્શાવવામાં આવી રહી…….

Fact Check By: Yogesh Karia 

Result: False