શું ખરેખર જમાતના લોકો અગાસી પર નમાઝ અદા કરવા એકઠા થયા હતા…? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

ચમચાઓનો બાપ બાપુ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 એપ્રિલ 2020ના Patidar Anamat aandolan samiti(PAAS) પેજ પર પાસિયાઓ ની જમાત કોઈ દીવસ ના સુધરે શીર્ષક હેઠળ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટ પર 72 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 9 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જમાતીઓ અગાશી પર એક સાથે નમાઝ પઢવા એકઠા થયા હતા.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ ફોટો ઇજિપ્ત, કુવૈત અને દુબઈ સહિત મધ્ય પૂર્વ દેશના વિવિધ શહેરોનો હોવાના દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો હતો.

Elyomnew નામની વેબસાઈટ પર આ ફોટો ઈજિપ્તની નથી તે જણાવવામાં આવ્યુ હતુ. પરંતુ એ ન જણાવવામાં આવ્યુ હતુ કે, આ ફોટો ક્યાંની છે.?

ઉપરોક્ત ફોટોને ધ્યાનથી જોતા ડાબા હાથના ખૂણામાં પાણીન ટાકી અને એક મિનાર જોવા મળ્યુ હતુ. ઉપર આપવામાં આવેલા શહેરોમાં આવી કોઈ જગ્યા આવેલી છે કે નહિં તે જોવા માટે કીવર્ડ સાથે શોધતા અમને દૂબઈમાં આવી જગ્યા હોવાનું જાણવા મળ્યુ હતુ.

આ ફોટો અલ ફહીદી ઐતિહાસિક સ્થળમાં આવેલી અલ ફારૂક મસ્જિદ મિનારનો છે. આ ફોટો દુબઈમાં નહેરના કાંઠે આવેલી મસ્જિદનો હોવાનું ગૂગલ મેપની મદદથી જાણવા મળ્યુ હતુ. 

GOOGLE MAPS

વાયરલ ફોટોના ઉપર ડાબા ખૂણામાં એક પીળી-લાલ ઇમારત દેખાય છે. ગૂગલ મેપ્સ સાથે આજુબાજુ શોધ કર્યા બાદ તે પણ મળી આવી હતી. મકાન જુના બાલડિયા સ્ટ્રીટ પર બેલ્હુલ મસ્જિદની સામે આવેલું છે. તમે નીચે ગૂગલ સ્ટ્રીટ દ્વારા લેવામાં આવેલ સ્ક્રીનશોટ જોઈ શકો છો. બંનેની તુલના કરતા તે સ્પષ્ટ લાગે છે કે બારીઓ એક સરખી જ છે. 

GOOGLE MAPS

ગૂગલ મેપ્સમાં સેટેલાઇટ વ્યૂની સહાયથી અમે વાયરલ ફોટો ક્યાંથી લેવામાં આવ્યો તે બરાબર શોધી કાઢ્યુ હતુ. તે તારણ આપે છે કે આ જૂની ઇમારતો દુબઇના જૂના ડેરા સરાફા માર્કેટમાં આવેલી છે. નીચે આપેલા ફોટાઓની તુલનાથી આ વધુ સ્પષ્ટ થશે.જે બતાવે છે કે આ ફોટો દુબઈનો છે.

GOOGLE MAPS

આ ફોટાની સત્યતા પહેલાં ફેક્ટલી અને અલ્ટ ન્યૂઝ દ્વારા તપાસવામાં આવી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ઉપરોક્ત પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ભારતનો નથી. આ ફોટો દુબઈનો છે. જેને ભારત સાથે કોઈ લેવાદેવા નથી. ફોટોની ચોક્કસ તારીખ કે કોઈ સચોટ માહિતી મળી નથી. જો કે, તે સ્પષ્ટ છે કે આ ફોટો ભારતનો નથી.

Avatar

Title:શું ખરેખર જમાતના લોકો અગાસી પર નમાઝ અદા કરવા એકઠા થયા હતા…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False