શું ખરેખર હાલમાં કાર પર 12 % અને ટ્રેક્ટર પર 18 % જીએસટી લાગે છે…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Manish Domadiya નામના ફેસબુક યુઝર દ્વારા 8 સપ્ટેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, એલાવ મારુતિ લેવા જાવ તો 12%GST વાહ અને ખેડૂત ટ્રેક્ટર લેવા 18%GST વાહ સરકાર. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સરકાર દ્વારા કાર પર 12% અને ટ્રેક્ટર પર 18% જીએસટી લગાવવામાં આવે છે. આ પોસ્ટને 106 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. એક વ્યક્તિએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 44 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.09.10-16_56_20.png

Facebook Post | Archive | Post Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે http://www.gstcouncil.gov.in/ વેબસાઈટ પર કાર અને ટ્રેક્ટર બંને પર લાગતા જીએસટી રેટ શોધવાની કોશિશ કરી હતી તો અમને એ જાણવા મળ્યું હતું કે, કાર પર 28% અને ટ્રેક્ટર પર 12% જીએસટી રેટ લાગે છે. આ માહિતી અમને સરકારની ઓફિશિયલ વેબસાઈટ પરથી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-cbic-gst.gov.in-2019.09.10-17_32_56.png
screenshot-cbic-gst.gov.in-2019.09.10-17_35_40.png

Archive

ઉપરના પરિણામ પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, સરકાર દ્વારા કાર પર 28% અને ટ્રેક્ટર પર 12% જીએસટી રેટ લાગે છે. આ ઉપરાંત અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે જીએસટી વિભાગમાં ફરજ પરના હાજર અધિકારી સાથે આ અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “હાલમાં સરકાર દ્વારા કાર પર 28% અને ટ્રેક્ટર પર 12% જીએસટી રેટ લગાડવામાં આવે છે. ટ્રેક્ટર કરતાં કાર પર જીએસટી રેટ વધુ લાગતો હોવાની માહિતી તદ્દન ખોટી છે.” 

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ મારુતિ કાર પર 12% અને ટ્રેક્ટર પર 18% જીએસટી લાગતો હોવાની માહિતી ખોટી છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે તે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, હાલમાં સરકાર દ્વારા કાર પર 28% અને ટ્રેક્ટર પર 12% જીએસટી રેટ લેવામાં આવે છે. જે સરકારની વેબસાઈટ પર સ્પષ્ટ જોઈ શકાય છે.

છબીઓ સૌજન્ય :ગુગલ

Avatar

Title:શું ખરેખર હાલમાં કાર પર 12 % અને ટ્રેક્ટર પર 18 % જીએસટી લાગે છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •