શું ખરેખર સ્મૃતિ ઈરાનીએ એવું કહ્યું કે, જો મોદી હારશે તો હું આત્મહત્યા કરી લઈશ…! જાણો શું છે સત્ય…

False રાજકીય I Political

Gaurang Solanki નામના એક ફેસબુક યુઝર દ્વારા 21 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આટલો બધો પ્રેમ… ?????? સાચી વાત હશે. જ્યારે આ પોસ્ટની અંદર એવું લખવામાં આવ્યું છે કે, જો પ્રધાનમંત્રી હારી જશે તો હું આત્મહત્યા કરી લઈશ. આ પોસ્ટને લગભગ 29 જેટલા લોકોએ લાઈક કરી હતી. 17 લોકોએ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી તેમજ એક વ્યક્તિ દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે આ પોસ્ટને લઈને અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી.

Facebook | Archive

સંશોધન

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટની સત્યતા જાણવા માટે અમે સૌપ્રથમ ગુગલનો સહારો લીધો અને If Modi loses, I will commit suicide : Smriti Irani સર્ચ કરતા અમને નીચે મુજબ પરિણામો પ્રાપ્ત થયા.

Google | Archive

ઉપરોક્ત પરિણામોમાં અમને સ્મૃતિ ઈરાની દ્વારા 13 માર્ચ, 2019 ના રોજ કરવામાં આવેલી એક પ્રેસ કોન્ફરન્સનો વીડિયો પ્રાપ્ત થયો. જેને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાના ફોટોમાં સ્મૃતિ ઈરાનીએ જે સાડી પહેરી છે એ જ સાડી સાથે સ્મૃતિ ઈરાની એબીપી ન્યૂઝ પર લાઈવ કરતા નજરે પડે છે. જેનો સંપૂર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો.

Archive

જ્યારે આ સંપૂર્ણ વીડિયો અમે ધ્યાનથી સાંભળ્યો ત્યારે અમને જાણવા મળ્યું કે, આ પૂરા વીડિયોમાં સ્મૃતિ ઈરાની દ્વારા ક્યાંય પણ એવું કહેવામાં નથી આવ્યું કે પ્રધાનમંત્રી હારી જશે તો હું આત્મહત્યા કરી લઈશ. ત્યાર બાદ અમારી વધુ તપાસમાં હિન્દુસ્તાન ટાઈમ્સ દ્વારા સ્મૃતિ ઈરાનીના આ જ વક્તવ્યનો એક વીડિયો યુ ટ્યુબ પર મૂકવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો અને તેમાં સ્મૃતિ ઈરાનીએ એવું કહ્યું હતું કે, જે દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકારણ છોડ્યું એ જ દિવસે હું પણ રાજકારણ છોડી દઈશ.

Archive

ઉપરોક્ત તપાસમાં વધુમાં અમને ANI દ્વારા 3 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ જેમાં એવું લખ્યું હતું કે, જે દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકારણ છોડ્યું એ જ દિવસે હું પણ રાજકારણ છોડી દઈશ. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

વધુ તપાસમાં અમે એબીપી ન્યૂઝના એક વીડિયો એડિટર જોડે પણ વાત કરી હતી તો તેના દ્વારા પણ અમને એ જાણવા મળ્યું હતું કે પોસ્ટમાં દર્શાવવામાં આવેલા ફોટોને ફોટોશોપના માધ્યમથી કેટલાક ઠગબાજો દ્વારા એડિટીંગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરવામાં આવી છે. આ બંને ફોટોમાં રહેલા તફાવતોને તમે નીચે સ્પષ્ટપણે જોઈ શકો છો.

તમે આ સંપૂર્ણ સ્ટોરીનું ફેક્ટ ચેક અમારી હિન્દી વેબસાઈટ પર પણ નીચેની લિંક પર ક્લિક કરીને જોઈ શકો છો.

Fact Crescendo

પરિણામ:

આમ, અમારા તમામ સંશોધન બાદ અમે એ પરિણામ પર પહોંચ્યા છીએ કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે જો પ્રધાનમંત્રી હારી જશે તો હું આત્મહત્યા કરી લઈશ એવું સ્મૃતિ ઈરાની ક્યાંય બોલ્યા નથી પરંતુ એમ બોલ્યા છે કે, જે દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકારણ છોડ્યું એ જ દિવસે હું પણ રાજકારણ છોડી દઈશ. તેથી આ દાવો સંપૂર્ણપણે ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર સ્મૃતિ ઈરાનીએ એવું કહ્યું કે, જો મોદી હારશે તો હું આત્મહત્યા કરી લઈશ…! જાણો શું છે સત્ય…

Fact Check By: Dhiraj Vyas 

Result: False