શું ખરેખર સુનિતા યાદવ દ્વારા તેમનુ રાજીનામું ના મંજૂર કરવામાં આવ્યુ હોવાની માહિતી ટ્વિટ કરી આપવામાં આવી….? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

ગુજરાતી જલસો નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોસ્ટેબલ સુનિતા યાદવનું રાજીનામું નામંજૂર સુનિતા યાદવે ટ્વિટ કરી આપી આ અગત્યની માહિતી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 90 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોસ્ટેબલ સુનિતા યાદવ દ્વારા ટ્વિટ કરી માહિતી આપવામાં આવી હતી કે, તેમનુ રાજીનામું ના મંજૂર કરવામાં આવ્યુ.

FACEBOOK | FB POST ARCHIVE | FB ARTICLE ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જે ટ્વિટનો આધાર લઈ અને આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો છે તે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

જો કે, આ અંગે સુનિતા યાદવ દ્વારા તેમના ફેસબુક એકાઉન્ટ પર ખુલાસો કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે, “સુનિતા યાદવ નાનામે જે ટ્વિટર એકાઉન્ટ છે તે મારૂ નથી. મારા નામે જે ટ્વિટ કરવામાં આવી રહ્યા છે તેની જવાબદારી મારી નથી. તેમજ મારૂ કોઈ એકાઉન્ટ હશે તો તેની માહિતી હું આપીશ.” 

ARCHIVE

તેમજ સુનિતા યાદવ દ્વારા ફેસબુક લાઈવ પણ કરવામાં આવ્યુ હતુ જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, “તેણી હાલ બીમાર છે અને સીક લીવ પર છે. તેમજ હાલ તેમણે ટેલિફોનિક રાજીનામુ ઉપરી અધિકારીને આપેલ છે, તેમજ તેઓ કમિશનર સમક્ષ રાજીનામુ આપવા જશે ત્યારબાદ મીડિયા સામે પણ આવશે.

ARCHIVE

તેમજ અમે સુનિતા યાદવનો સંપર્ક સાધ્યો હતો, તેમણે અમને જણાવ્યુ હતુ કે, “મારૂ કોઈ ટ્વિટર એકાઉન્ટ નથી. મારા નામે કોઈ ફર્જી ટ્વિટર એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યો છે. તે ટ્વિટ દ્વારા કરવામાં આવેલા તમામ દાવાઓ પાયાવિહોણા છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે જે આર્ટિકલ પ્રસારિત કરવામાં આવ્યો છે તે ખોટો છે. સુનિતા યાદવ દ્વારા આ ટ્વિટર એકાઉન્ટ તેનું ન હોવાની પૃષ્ટી કરવામાં આવી હતી. તેમજ આ એકાઉન્ટ પરથી કરવામાં આવેલા દાવા પણ પાયા વિહોણા હોવાનું જણાવ્યુ હતુ.

Avatar

Title:શું ખરેખર સુનિતા યાદવ દ્વારા તેમનુ રાજીનામું ના મંજૂર કરવામાં આવ્યુ હોવાની માહિતી ટ્વિટ કરી આપવામાં આવી….? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •