શું ખરેખર ગોધરાકાંડના માસ્ટર માઈન્ડને ફાંસીની સજા સંભળાવવામાં આવી....? જાણો શું છે સત્ય…
Vikash Ahir નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘ब्रेकिंग - ? गोधरा कांड का मास्टरमाइंड फारुख भांण जो गुजरात का कांग्रेस नेता था, कोर्ट ने फांसी की सजा सुनाई है, #रामराज्य’ લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 419 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 25 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 119 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ગોધરા કાંડના માસ્ટર માઈન્ડ ફારુખ ભાણાને કોર્ટે ફાંસીની સજા ફટકારી.
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. ગોધરાકાંડએ ખૂબ જ ચર્ચાસ્પદ કેસ હતો. તે કેસની નાની અપડેટ પણ દરેક મિડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવતી હતી. જો આ પ્રકારે ફાંસીની સજા સંભળાવવામાં આવી હોય તો તમામ મિડિયા હાઉસ દ્વારા આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હોય. તેથી સૌ-પ્રથમ અમે ગૂગલ પર “फारुख भाणा को फासी की सजा सुनाई गई” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામ પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, ગત 27 ઓગસ્ટ 2018ના અમદાવાદની સ્પેશિયલ SIT કોર્ટ દ્વારા આ કેસમાં ચુકાદો આપવામાં આવ્યો હતો. અને ફારુક ભાણા સહિતના બે આરોપીને ઉમ્રકેદની સજા ફટકારી હતી. જ્યારે 3 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા. જે સમાચારને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રકાશિત પણ કરવામાં આવ્યા હતા અને ANI દ્વારા ટ્વીટ કરીને પણ જાણકારી આપવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ અમારી પડતાલને વધુ મજબુત કરવા અમે હાઈકોર્ટના વકીલ રાજેન્દ્ર શુક્લા સાથે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “હાલ આ કેસમાં કોઈ અપડેટ નથી. ગત વર્ષે સ્પેશિયલ SIT કોર્ટ દ્વારા બે ઈમરાન અને ફારુક ભાણાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, વર્ષ 2018માં ફારૂક ભાણાને સ્પેશિયલ SIT કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ત્યારબાદ આજ દિન એટલે કે 07 સપ્ટેમ્બર 2019 સુધી આ કેસમાં કોઈ અપડેટ નથી આવ્યુ.
Title:શું ખરેખર ગોધરાકાંડના માસ્ટર માઈન્ડને ફાંસીની સજા સંભળાવવામાં આવી....? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False