ગુજરાતનો વિકાસ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. લો બોલો, ખાતો નથી ને ખાવા દેતો નથી બધું એકલો જ ગળી જાઉં છું તેવું કામ કાજ લાગે છે, હવે સચ્ચાઈ તો ધાબે ચડી ને પણ પોકર્શે જ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 222 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 3 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 370 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ‘ભાજપાના ધારાસભ્યે સચિવાલયની લોબીમાં કહ્યુ કે, અગાઉની સરકારોથી 10 ગણી વધુ ભ્રષ્ટાચારી મોદી સરકાર’

FACEBOOK |PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર ભાજપના ધારાસભ્યે સચિવાલયની લોબીમાં કહ્યુ કે અગાઉની સરકારોથી 10 ગણી વધુ ભ્રષ્ટાચારી મોદી સરકાર લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબના પરિણામો પ્રાપ્ત થયા ન હતા. તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા પેપર કંટીગને ધ્યાનથી વાંચતા તેમાં પેન્સિલથી ગુજરાતીમાં તારીખ લખી હતી 17 – 08 – 2011 જે તમે નીચે જોઈ શકો છો.

આમ, ઉપરોક્ત પડતાલ પરથી એ તો સાબિત થયુ હતુ કે, આ પેપર કટિંગ હાલનું નથી. ત્યારબાદ આ જ પેપર કટિંગમાં લખ્યુ હતુ કે, ગુજરાતની નરેન્દ્ર મોદી સરકાર એટલે જે સમયે (વર્ષ 2011)માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારે આ પ્રકારેની કોઈ ઘટના બની હતી.

ત્યારબાદ અમારી પડતાલને વધુ મજબુત કરવા અમે ગુજરાત ભાજપા અધ્યક્ષ જીતુ વાઘાણી સાથે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, કૉંગ્રેસ પક્ષ પાસે હવે કોઈ કામ રહ્યુ નથી, તેથી આ પ્રકારે ખોટા મેસેજ વાયરલ કરાવી રહી છે. અમારા તમામ ધારાસભ્ય પક્ષને વફાદાર છે. કોઈ ધારાસભ્ય દ્વારા આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યું નથી.

આમ, ઉપરોક્ત પોસ્ટ સાથે શેર કરવામાં આવેલુ ન્યુઝ પેપરનું ક્ટિંગ હાલનું નહી પરંતુ વર્ષ 2011નું છે. લોકોમાં ભ્રામક્તા ફેલાવવાના ઉદેશથી તેને ખોટી રીતે શેર કરવામાં આવી રહ્યુ છે.

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલુ ન્યુઝ પેપરનું ક્ટિંગ હાલનું નહી પરંતુ વર્ષ 2011નું છે. લોકોમાં ભ્રામક્તા ફેલાવવાના ઉદેશથી તેને ખોટી રીતે શેર કરવામાં આવી રહ્યુ છે.

Avatar

Title:શું ખરેખર કોઈ ધારાસભ્ય દ્વારા હાલમાં આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યુ છે....? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia

Result: False