Suresh Paliwal નામના ફેસબુક યુઝર દ્વારા 5 ઓગષ્ટ,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, कश्मीर में 370 हटने के बाद कल तक 42 लोग पैलेट गन का शिकार हो चुके हैं, अधिकतर अपनी आँखे गँवा चुके है । BBC न्यूज़ हिंदी. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ 42 લોકો પેલેટ ગનનો શિકાર બન્યા છે જે તમે ફોટોમાં જોઈ શકો છો. આ પોસ્ટને 261 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 26 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 206 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.09.07-11_02_27.png

Facebook Post | Archive | Post Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તેથી પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને સૌ-પ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.09.07-13_25_41.png

Archive

ઉપરના પરિણામોમાં અમને Reddit.com પર પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને 18 ફેબ્રુઆરી, 2019 ના રોજ અપલોડ કરવામાં આવેલો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. ત્યાર બાદ અમને એ જાણકારી પણ પ્રાપ્ત થઈ હતી કે, કાશ્મીરમાંથી 370 ની કલમ 5 ઓગષ્ટ, 2019 ના રોજ નાબૂદ કરવામાં આવી હતી. આ પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો કાશ્મીરમાંથી 370 કલમ નાબૂદ કર્યા પહેલાના ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.google.com-2019.09.07-13_32_56.png

Archive

બીબીસી ગુજરાતી દ્વારા કાશ્મીરમાંથી 370 ની કલમ 5 ઓગષ્ટ, 2019 ના રોજ નાબૂદ કર્યાના સમાચાર તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.bbc.com-2019.09.07-13_42_12.png

Archive

અમારી વધુ તપાસમાં અમને ટ્વિટર પણ પર Akshay નામના એક યુઝર દ્વારા 18 ફેબ્રુઆરી, 2019 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. આ ટ્વિટમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા બંને ફોટોને મૂકવામાં આવ્યા હતા જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટા કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા પહેલાંના છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટા કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા પહેલાંના છે.

છબીઓ સૌજન્ય :ગુગલ

Avatar

Title:શું ખરેખર કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ 42 લોકો બન્યા પેલેટ ગનનો શિકાર...? જાણો શું છે સત્ય....

Fact Check By: Vikas Vyas

Result: False