શું ખરેખર ભાષણ આપેલ વ્યક્તિ નેપાળના હેલ્થ મિનિસ્ટર છે અને નેપાળની સંસદમાં ભાષણ આપી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International રાજકીય I Political

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ સભાગૃહની અંદર ભાષણ આપી રહ્યા છે. પીએમ મોદીની વિદેશી મુલાકાતો, યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતમાં કરવામાં આવેલા પૈસા, નોટબંધી અને પેટ્રોલના વધતા ભાવોની ટીકા કરતા સાંભળવામાં આવી શકે છે. “આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે ક, “ભાષણ આપી રહેલી વ્યક્તિ નેપાળના હેલ્થ મિનિસ્ટર છે અને નેપાળની સંસદમાં ભાષણ આપી રહ્યા છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો નેપાળના સાંસદ સભ્યનો નહિં પરંતુ હિમાચલ પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્ય જગતસિંહ નેગીનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Jivrajbhai Pambhar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 એપ્રિલ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભાષણ આપી રહેલી વ્યક્તિ નેપાળના હેલ્થ મિનિસ્ટર છે અને નેપાળની સંસદમાં ભાષણ આપી રહ્યા છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને હિમાચલ કોંગ્રેસના ઓફિસિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “કિન્નૌરથી કોંગ્રેસના ધારાસભ્ય જગતસિંહ નેગીને દેશના મહાન અને પ્રખ્યાત વડાપ્રધાન વિશે સાંભળો…

Archive

તેમના આ ભાષણમાં તમે 1 મિનિટ 58 સેકન્ડ પર હિમાચલ પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષને જગતસિંહ નેગીને ‘રાજ્ય બજેટ’ પર વાત કરવાનું કહેતા સાંભળી શકીએ છીએ. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, “કોંગ્રેસના ધારાસભ્ય જગતસિંહ નેગીએ ખાનગીકરણ અંગે હિમાચલ પ્રદેશ વિધાનસભામાં એક જોરદાર ભાષણ આપ્યું હતું. જગતસિંહ નેગીએ સરકારી કંપનીઓને વેચવા માટે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય મોદી સરકારમાં ખાનગીકરણનો વિરોધ કરે છે.

આ સિવાય, ફેસબુક પર કીવર્ડ દ્વારા સર્ચ કરતા અમને જાણવા મળ્યું કે, હિમાચલ પ્રદેશ કોંગ્રેસના ધારાસભ્ય જગતસિંહ નેગીનું આ જ ભાષણ હિમાચલ પ્રદેશ કોંગ્રેસ દ્વારા તેમના ફેસબુક એકાઉન્ટ પર 21 માર્ચ, 2021 ના અપલોડ કરવામાં આવ્યું હતું. હતી, જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “દેશના મહાન અને સફળ વડા પ્રધાન વિશે કિન્નૌરના કોંગ્રેસના ધારાસભ્ય જગતસિંહ નેગી પાસેથી સાંભળો.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો નેપાળના સાંસદ સભ્યનો નહિં પરંતુ હિમાચલ પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્ય જગતસિંહ નેગીનો છે.

Avatar

Title:શું ખરેખર ભાષણ આપેલ વ્યક્તિ નેપાળના હેલ્થ મિનિસ્ટર છે અને નેપાળની સંસદમાં ભાષણ આપી રહ્યા છે…?

Fact Check By: Yogesh Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •