વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં વોર્નર સામે જય શ્રી રામના નારા નથી લગાવવામાં આવ્યા…  જાણો શું છે સત્ય….

Altered આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

આ વીડિયો ફાઇનલ મેચ દરમિયાનનો નથી. પરંતુ પાકિસ્તાન-ઓસ્ટ્રેલિયાની લિંગ મેચ દરમિયાનનો છે. તેમજ આ વીડિયોમાં ઓડિયોને ડિજીટલી એડિટ કરવામાં આવ્યો છે.

ગત રવિવારના ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023નો ફાઈનલ મેચ રમાયો હતો. જે મેચમાં ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો. જે બાદ એક વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ પર રહેલા વોર્નરને જોઈ લોકો જય શ્રી રામના નારા લગાવતા જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વર્લ્ડકપની ફાઈનલ મેચ દરમિયાન વોર્નરને જોઈ લોકો દ્વારા જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 20 નવેમ્બર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વર્લ્ડકપની ફાઈનલ મેચ દરમિયાન વોર્નરને જોઈ લોકો દ્વારા જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને ઓરિજનલ વીડિયો પ્રાપ્ત થયો હતો. જે 4 નવેમ્બર 2023ના અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાન મેચ દરમિયાનનો છે. તેમજ આ વીડિયોમાં લોકોને “10 રૂપે કી લચ્છી વોર્નરભાઈ જૈસી.” ના નારા લગાવતા સાંભળી શકાય છે. જે તમે નીચે જોઈ શકો છો.

https://youtube.com/shorts/vb0XthbzQmY?feature=shared

તેમજ વાયરલ વીડિયો અને ઓરિજનલ વીડિયો વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો ફાઇનલ મેચ દરમિયાનનો નથી. પરંતુ પાકિસ્તાન-ઓસ્ટ્રેલિયાની લિંગ મેચ દરમિયાનનો છે. તેમજ આ વીડિયોમાં ઓડિયોને ડિજીટલી એડિટ કરવામાં આવ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં વોર્નર સામે જય શ્રી રામના નારા નથી લગાવવામાં આવ્યા… જાણો શું છે સત્ય….

Written By: Frany Karia 

Result: Altered