શું ખરેખર ઉત્તરપ્રદેશ સરકારે લગ્ન પ્રસંગમાં બેન્ડ અને ડીજે પર પ્રતિબંધ મૂક્યો…? જાણો શું છે સત્ય….

Partly False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉત્તરપ્રદેશ સરકારે લગ્ન પ્રસંગમાં બેન્ડ અને ડીજે પર પ્રતિબંધ મૂક્યો હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની માહિતીને ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા જ ખોટી ઠેરવવામાં આવી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Revoi નામના ફેસબુક પેજ દ્વારા 23 નવેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર દ્વારા લગ્ન પ્રસંગમાં બેન્ડ અને ડીજે પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

screenshot-www.facebook.com-2020.11.27-20_28_16.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને દૈનિક ભાસ્કર દ્વારા 26 નવેમ્બર, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ઉત્તરપ્રદેશમાં લગ્ન પ્રસંગે પોલીસની પરવાનગી લેવાની જરૂર નથી તેમજ આ પ્રસંગે બેન્ડ અને ડીજે પર સરકારે કોઈ પણ પ્રકારે પ્રતિબંધ લગાવ્યો નતી. વધુમાં એ પણ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા લગ્ન પ્રસંગમાં 100 તી વધુ લોકો સામેલ ન થાય એનું ધ્યાન રાખી સરકારના નિતી નિયમોનું પાલન કરવાનું રહેશે.

screenshot-www.bhaskar.com-2020.11.27-22_06_26.png

Archive

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. અમર ઉજાલા | લાઈવ હિન્દુસ્તાન

અમારી વધુ તપાસમાં અમને યોગી આદિત્યનાથની ઓફિસ દ્વારા તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર 26 નવેમ્બર, 2020 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે, “ઉત્તરપ્રદેશમાં લગ્ન પ્રસંગમાં બેન્ડ અને ડીજે પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ લગાવવામાં નથી આવ્યો. જો કોઈ પોલીસ અથવા અધિકારી દ્વારા બેન્ડ અથવા ડીજે વગાડવા પર રોકવામાં આવશે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.”

Archive

ઉપરોક્ત તમામ માહિતી પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા આર્ટિકલમાં બાકી તમામ માહિતી સાચી છે પરંતુ ઉત્તરપ્રદેશમાં લગ્ન પ્રસંગમાં બેન્ડ અને ડીજે પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો એ માહિતી ખોટી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો મિશ્રિત સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની માહિતીનું ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા જ ખંડન કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા લગ્નપ્રસંગમાં બેન્ડ અને ડીજે પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ લગાવવામાં નથી આવ્યો. 

Avatar

Title:શું ખરેખર ઉત્તરપ્રદેશ સરકારે લગ્ન પ્રસંગમાં બેન્ડ અને ડીજે પર પ્રતિબંધ મૂક્યો…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: Parlty False