
હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. ગુજરાતના તમામ સોશિયલ મિડિયામાં વાયરલ આ મેસેજ પહોંચી ગયો હતો. દવાઓના લાંબા લચક મેસેજમાં નામ અને ભાવ સાથેના આ માહિતી આપવામાં આવી હતી કે, “અમદાવાદના ફાહી બાયોટેક નામના મેડિકલ સ્ટોર દ્વારા 20 ટકા થી લઈ અને 60 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ દવાઓ પર આપવામાં આવી રહ્યુ છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ફાહી બાયોટેક દ્વારા આ પ્રકારે કોઈ ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં નથી આવી, ફાહી બાયોટેકના નામે આ ખોટો મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Health awareness નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 નવેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમદાવાદના ફાહી બાયોટેક નામના મેડિકલ સ્ટોર દ્વારા 20 ટકા થી લઈ અને 60 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ દવાઓ પર આપવામાં આવી રહ્યુ છે”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્ચવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે આ અંગે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને કોઈ ખાસ પરિણામો પ્રાપ્ત થયા હતા.
ત્યારબાદ અમે વધુ સર્ચ કરતા અમને આ જ પોસ્ટ વડોદરના યમુના મેડિકલના નામે વાયરલ થતી હોવાનું જાણવા મળ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
જો કે, અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે ફાહી મેડિકલ સ્ટોરના માલિક અક્ષય શાહ જોડે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ મેસેજમાં કોઈ સત્યતા નથી, અમારા નામથી ખોટા મેસેજ વાયરલ થઈ રહ્યા છે. અમે આપના માધ્યમથી લોકોને કહેવા માંગીએ છીએ કે, આ મેસેજને કોઈએ આગળ મોકલવો નહિં. અમારા દ્વારા આ પ્રકારે કોઈ ડિસ્કાઉન્ટ આપવામાં નથી આવી રહ્યુ. અમે લોકોને પણ વિનંતી કરીએ છીએ કે, આ પ્રકારની અફવાઓમાં ધ્યાન ન આપે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ મેસેજ જૂદા-જૂદા મેડિકલના નામે વાયરલ થઈ રહ્યો છે અને સૌથી વધૂ જે મેડિકલ સ્ટોરના નામે વાયરલ થઈ રહ્યો છે તે ફાહી બાયોટેક દ્વારા આ પ્રકારે કોઈ ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં નથી આવી, ફાહી બાયોટેકના નામે આ ખોટો મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:શું ખરેખર અમદાવાદના મેડિકલ સ્ટોર દ્વારા 20 થી 60 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
