શું ખરેખર અમદાવાદની સિવિલ હોસ્પિટલનો કોરોના દર્દીનો વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Coronavirus False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Naresh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોરોના ને આપણે સિરિયસલી નથી લેતાં પરંતુ આજના અમદાવાદ સીવીલ હોસ્પિટલ નાં ૩ વીડિયો મોકલું છું જે મને તેમની સારવાર કરતાં ઙો.ભાવસાર સાહેબે મોકલ્યો છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 45 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 575 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વિડિયો કોરોના ગ્રસ્ત દર્દીનો અમદાવાદ સિવિલ હોસ્પિટલનો વિડિયો છે. જેને અમદાવાદના ડો. ભાવસર દ્વારા મોકલવામાં આવ્યો છે.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO 1 | FB VIDEO 2

હાલમાં કોરોનાની મારામારી વચ્ચે સાચા-ખોટા અનેક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ઉપરના બંને વિડિયો પણ શંકા ઉપજાવે તેવા છે. તેથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને mangalorean.com નામની વેબસાઈટનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. તેમાં જણવવામાં આવ્યુ હતુ કે, “આ વિડિયો મેંગ્લોરની વેનલોક હોસ્પિટલનો હોવાનો નામે વાયરલ થઈ રહ્યો છે. પરંતુ અધિક્ષકે સ્પષ્ટ કર્યુ હતુ કે, આ વિડિયો મેંગ્લોરની વેનલોક હોસ્પિટલમાં દર્દીનો ભોગ બનનારનો વિડિઓ નથી.

MANGALOREAM.COM | ARCHIVE

ત્યારબાદ અમે બીજા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી સ્પેનીશ યુટ્યુબ યુઝર HAY DIARIO DEL MAGDALENA તારીખ 18 માર્ચના આ વિડિયો યટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો, “જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, શંકાસ્પદ કોરોના વાયરસનો પ્રથમ દર્દી ફંડિસિયન હોસ્પિટલમાં પહોચ્યો.” જે તમે નીચે જઈ શકો છો. જો કે, 18 માર્ચના રોજ અમદાવાદમાં કોરોના વાયરસનો કોઈ દર્દી દાખલ થયો ન હતો. 

ARCHIVE

તેમજ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને HOYDIARIODEL MAGDALENAનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “સાન રાફેલ હોસ્પિટલના કો-ઓર્ડિનેટર ડો. રોડલ્ફો ડેલાવલેએ જણાવ્યુ હતુ કે, દર્દીને કોરોનાવાયરસની હોવાની શંકા હતી. પરંતુ જ્યારે એન્ટિટીના ચિકિત્સકો દ્વારા મુલ્યાંકન કરવામાં આવ્યુ હતુ, ત્યારે તેને એક્યુટ રેસ્પિરેટરી ઈન્ફેક્શન (ક્રોધ) હોવાનું સાબિત થયુ હતુ. તેથી તેની સારવાર આપી રજા આપવામાં આવી હતી.”

HOYDIARIODELMAGDALENA | ARCHIVE

જો કે, અમારી પડતાલને મજબૂત કરવા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમદાવાદ હોસ્પિટલ મેડિકલ સુપ્રિટન્ટડન્ટ ડો.જી.એચ.રાઠોડનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ વિડિયો અમદાવાદનો હોવાની વાત સદ્દતર ખોટી છે. આ પ્રકારે કોઈ દર્દી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો નથી.”

ત્યારબાદ અમે પોસ્ટમાં જે ભાવસર ડોકટરના નામે વિડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યુ હતુ કે, “તે છેલ્લા 10 દિવસથી હોસ્પિલે જ નથી. તેઓ તેમના ઘરે જ રોકાયેલા છે. તેઓ દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યુ હતુ.” જેમના દ્વારા વિડિયો બાઈટ પણ અમને મોકલવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો અમદાવાદનો હોવાની વાત સાવ ખોટી છે. જેની પૃષ્ટી મેડિકલ સુપ્રિટન્ટડન્ટ દ્વારા અને ડો.ભાવસર દ્વારા કરવામાં આવી છે. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. 

Avatar

Title:શું ખરેખર અમદાવાદની સિવિલ હોસ્પિટલનો કોરોના દર્દીનો વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False