શું ખરેખર જાવેદ અખ્તરે આપ્યું આવું નિવેદન…? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political સામાજિક I Social

Anjali Dharmesh Thakkar  નામના એક ફેસબુક યુઝર દ્વારા  11 જૂન, 2019ના રોજ I Support Namo  નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, Ab ye firse bhoka??.  જ્યારે પોસ્ટની અંદર જાવેદ અખ્તરના ફોટો સાથે એવું લખવામાં આવ્યું છે કે, मुस्लिम बहुल कश्मीर में हिन्दू पंडितों को घरवापसी नहीं करने दे रहे इसका मतलब ये नहीं कि रोहिंग्या मुसलमानों को भी भारत से निकला जाय। भारत सेक्युलर देश है, हिन्दुओं के बाप की जागीर नहीं।  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 232 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 252 લોકો દ્વારા તેના પર પ્રતિક્રિયા આપવામાં આવી હતી. તેમજ 87 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઘણા લોકો દ્વારા આ માહિતીને શેર કરવામાં આવી હતી જેથી તેનું સત્ય જાણવા અમે અમારી પડતાલ/તતપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Face book | Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌપ્રથમ જો આ પ્રકારે જાવેદ અખ્તર દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું હોય તો કોઈ ને કોઈ મીડિયા દ્વારા એ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા જ હોય. એટલા માટે અમે ગુગલનો સહારો લીધો અને मुस्लिम बहुल कश्मीर में हिन्दू पंडितों को घरवापसी नहीं करने दे रहे इस का मतलब ये नहीं कि रोहिंग्या मुसलमानों को भी भारत से निकला जाय। भारत सेक्युलर देश है, हिन्दुओं के बाप की जागीर नहीं। સર્ચ કરતા અમને નીચેના પરિણામ પ્રાપ્ત થયા હતા.  

screenshot-www.google.com-2019.06.13-00-54-48.png

Google | Archive

ઉપરના પરિણામોમાં અમને ક્યાંય પણ જાવેદ અખ્તર દ્વારા આ પ્રકારનું નિવેદન આપ્યું હોય એવી કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. ત્યાર બાદ અમારી વધુ તપાસ માટે અમે ફરી ગુગલ પર Javed Akhtar statement on Rohingya લખતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.06.13-00-59-37.png

Google | Archive

ઉપરના પરિણામો પણ અમને ક્યાંય પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબનુ કોઈ નિવેદન જાવેદ અખ્તર દ્વારા અપાયા હોવાની માહિતી પ્રાપ્ત થી ન હતી. તેથી અમે જાવેદ અખ્તરના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર તપાસ કરી હતી તો ત્યાં પણ અમને  પ્રકારની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.

screenshot-twitter.com-2019.06.13-01-10-03.png

અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, વિશ્વાસ ન્યૂઝ દ્વારા પણ આ માહિતીની સત્યતા માટે જાવેદ અખ્તરના મનેજર શ્રવણ કુમાર સાથે આ અંગે વાત કરવામાં આવી હતી તો તેમણે જણાવ્યું હતું કે, આ સમાચાર ખોટા છે, જાવેદ અખ્તરે ક્યારેય આ પ્રકારની કોઈ વાત કરી જ નથી.

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અમારી પડતાલમાં ખોટો સાબિત થાય છે. કારણ કે, જાવેદ અખ્તર દ્વારા ક્યારેય પણ આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું નથી.છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર જાવેદ અખ્તરે આપ્યું આવું નિવેદન…? જાણો શું છે સત્ય…

Fact Check By: Dhiraj Vyas 

Result: False