શું ખરેખર રવિશ કુમાર CAAના વિરોધમાં શાહિનબાગ પહોચ્યા હતા..? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

The Frustrated Gujju નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ રવિશકુમાર છે..??? #Ravish Kumar #SahinbagDishahinbag #IndiaSupportCAA શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 89 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 22 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. “આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રવિશ કુમાર CAAના વિરોધમાં શાહિનબાગ પહોચ્યા હતા તેની ફોટો છે.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને મિશ્રા પ્રવેશ નામના યુઝર દ્વારા કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં પણ જણાવવામાં આવ્યુ હતુ કે, આ ફોટો શાહિનબાગથી આવ્યો છે. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

ફેસબુક પર પણ આ ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 

ત્યારબાદ અમે પડતાલને આગળ વધારી હતી અને ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને NDTVના વરિષ્ઠ પત્રકાર રવિશ કુમાર દ્વારા તેમના ઈન્સટાગ્રામ પર આ ફોટો અંગે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યુ હતુ. તેમણે સોશિયલ મિડિયામાં કરવામાં આવેલા તમામ દાવાઓને નકારતા લખવામાં આવ્યુ હતુ કે, “તે શકિલા બેગમ છે, રવિશ કુમાર નહિં. આઈટી સેલના મુખ્ય કામો માંથી એક કામ રવિશ કુમારને લઈ અફવાઓ ફેલાવવાઓનું પણ છે.”

ARCHIVE

આ પોસ્ટને રવિશ કુમાર દ્વારા તેમના ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ પર પણ શેર કરવામાં આવી હતી. તેમજ તેઓએ શકીલા બેગમની અન્ય ફોટો પણ શેર કરી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

ફેક્ટ ક્રેસન્ડોની હિન્દી ટીમ દ્વારા પણ આ અંગેની સત્યતા તપાસવામાં આવી હતી. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો NDTV ના વરિષ્ટ પત્રકાર રવિશ કુમારનો નહિં પરંતુ શકીલા બેગમનો છે.

Avatar

Title:શું ખરેખર રવિશ કુમાર CAAના વિરોધમાં શાહિનબાગ પહોચ્યા હતા..? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False