Brake The Fake: ઈઝરાયેલી મહિલાઓના નામથી વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય….
વાયરલ વીડિયો પેરિસમાં એક વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર કેમ્પસ યુનિવર્સેલ કાસ્કેડસના સ્ટંટ કલાકારો દ્વારા સ્ક્રિપ્ટેડ કરેલા પ્રદર્શનનો છે.
ઇઝરાયેલ-હમાસ સંઘર્ષે વૈશ્વિક સ્તરે આરબ વિરોધી અને મુસ્લિમ વિરોધી જાતિવાદમાં અભૂતપૂર્વ વધારો કર્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક શેરીમાં ત્રણ મહિલાઓ અને કેટલાક પુરૂષો સાથે થયેલી બોલાચાલી જોવા મળે છે. કથિત રીતે, આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ત્રણ ઇઝરાયેલી મહિલાઓએ ફ્રાંસના અંડર પાસ માંથી પસાર થઈ રહી હતી ત્યારે ઈઝરાયેલી મહિલાઓની છેડતી કરતા મહિલાઓ દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો હતો.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 16 નવેમ્બર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ત્રણ ઇઝરાયેલી મહિલાઓએ ફ્રાંસના અંડર પાસ માંથી પસાર થઈ રહી હતી ત્યારે ઈઝરાયેલી મહિલાઓની છેડતી કરતા મહિલાઓ દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો હતો.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને 2 નવેમ્બર, 2023ની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. "campus.univers.cascades" નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં કે જેણે વીડિયો પોસ્ટ કર્યો હતો, તેમાં સ્ટ્રીટ ફાઈટ, માર્શલ આર્ટ ટ્રેનિંગ, અને અન્ય કેટલાક વીડિયો પણ હતા. અને લડાયક સ્ટંટ. આનાથી સૂચવવામાં આવ્યું હતું કે વાયરલ વીડિયો સંભવતઃ સ્ક્રિપ્ટેડ કરવામાં આવ્યો હતો.
કેમ્પસ યુનિવર્સ કાસ્કેડ્સના સ્ટંટ પર્ફોર્મર્સ દ્વારા લડાઈનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સિનેમા અને મનોરંજનમાં સ્ટંટ તકનીકો માટે 2008માં પેરિસમાં સ્થપાયેલ વ્યાવસાયિક તાલીમ કેન્દ્રમાંનુ એક છે.
તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે "campus.univers.cascades" ની વેબસાઈટ થકી તેમનો સંપર્ક સાધ્યો હતો તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ એક સ્ટંટ વીડિયો છે. જે સંપૂર્ણ પણે સ્ક્રિપ્ટેડ છે. જેને હમાસ-ઈઝરાયેલ યુદ્ધ સાથે કોઈ લેવા-દેવા નથી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયો પેરિસમાં એક વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર કેમ્પસ યુનિવર્સેલ કાસ્કેડસના સ્ટંટ કલાકારો દ્વારા સ્ક્રિપ્ટેડ કરેલા પ્રદર્શનનો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:Brake The Fake: ઈઝરાયેલી મહિલાઓના નામથી વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય....
Written By: Frany KariaResult: Misleading