શાહરુખ ખાનની ફિલ્મ પઠાન પર રિવ્યૂ આપી રહેલા લોકોના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય…
તાજેતરમાં શાહરુખ ખાનની પઠાન ફિલ્મ ઘણા બધા વિવાદો બાદ થિયેટરોમાં રિલિઝ થઈ છે ત્યારે આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર દર્શકોના રિવ્યૂ સાથેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં શાહરુખ ખાનની પઠાન ફિલ્મ રિલિઝ થઈ છે તેનો રિવ્યૂ આપી રહેલા દર્શકોનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2018 થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે અને એ સમયે શાહરુખ ખાનની ZERO ફિલ્મ રિલિઝ થઈ હતી તો દર્શકો તેનો રિવ્યૂ આપી રહ્યા છે. આ વીડિયો લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
પ્રહાર નામના ફેસબુક યુઝર દ્વારા 25 જાન્યુઆરી, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં શાહરુખ ખાનની પઠાન ફિલ્મ રિલિઝ થઈ છે તેનો રિવ્યૂ આપી રહેલા દર્શકોનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં 0.17 મિનિટે અમને આ પાછળની બાજુ પર શાહરુખ ખાનની ZERO ફિલ્મનું પોસ્ટર જોવા મળ્યું હતું. તેમજ ખૂણા પર ઉપરની બાજુએ અમને FILMIFEVER નામનો એક લોગો જોવા મળ્યો હતો.
ત્યાર બાદ અમે ગુગલનો સહારો લઊને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને FILMIFEVER નામની એક સત્તાવાર યુટ્યુબ ચેનલ પર પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 22 ડિસેમ્બર, 2018 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, શાહરુખ ખાન, કેટરિના કૈફ અને અનુષ્કા શર્માની ZERO ફિલ્મ જોયા બાદના દર્શકોના રિવ્યૂનો આ વીડિયો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2018 થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે અને એ સમયે શાહરુખ ખાનની ZERO ફિલ્મ રિલિઝ થઈ હતી તો દર્શકો તેનો રિવ્યૂ આપી રહ્યા છે. આ વીડિયો લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)
Title:શાહરુખ ખાનની ફિલ્મ પઠાન પર રિવ્યૂ આપી રહેલા લોકોના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય...
Fact Check By: Vikas VyasResult: False