
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેદ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાની ટીમનું અપમાન કર્યું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સાથેનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 20 નવેમ્બર, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, એક મોટા નેતા થઈને આવું અપમાન ના કરાય.. હારજીત એ તો પોત પોતાની મહેનત પર નિર્ભર કરે છે.. એક મોટા નેતા થી અને દેશના વડાપ્રધાન થઈને મનમાં આટલું બધું જેર ના હોવું જોઈએ…. આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેદ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાની ટીમનું અપમાન કર્યું તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને તેને રિવર્સ ઈમેજનો સહારો લઈને સહારો લઈને સર્ચ કરતાં અમને Hotstar પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આખી ફાઇનલ મેચનો રિપ્લે જોવા મળ્યો હતો. જેમાં અમને ઈનામ વિતરણ સમારોહ દરમિયાન જાણવા મળ્યું હતું કે, લગભગ 10.14 કલાકે રવિ શાસ્ત્રીને PM મોદીના નામની જાહેરાત કરતા સાંભળ્યા અને તેમને વિજેતા કેપ્ટન પેટ કમિન્સને વર્લ્ડ કપ ટ્રોફી આપવા માટે સ્ટેજ પર આમંત્રિત કર્યા. આ વીડિયોમાં આપણે PM મોદીને હાથ મિલાવતા અને પેટ કમિન્સને અભિનંદન આપતા જોઈ શકીએ છીએ.
અમારી વધુ તપાસમાં અમને વધુ એક યુટ્યુબ યુઝર દ્વારા 19 નવેમ્બર, 2023 ના રોજ અપલોડ કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં ઇનામ વિતરણ સમારંભના હાઇલાઇટ્સના આ વીડિયોમાં અમે પીએમ મોદીને સ્ટેજ તરફ જતા જોઈ શકીએ છીએ. ત્યારબાદ તેણે ઓસ્ટ્રેલિયાના કેપ્ટનને અભિનંદન આપ્યા, હાથ મિલાવ્યા અને ટ્રોફી આપી. આ પછી તે આખી ઓસ્ટ્રેલિયા ટીમને અભિનંદન આપવા આગળ વધ્યા હતા.
વધુમાં નીચે તમે વાયરલ વીડિયો અને ઓરિજીનલ વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.
અમને પીએમ મોદીનું એક ટ્વિટ પણ મળી જેમાં તેમણે ઓસ્ટ્રેલિયાની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું હતું કે,“ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપની શાનદાર જીત પર અભિનંદન! ટુર્નામેન્ટમાં તેમનું પ્રશંસનીય પ્રદર્શન હતું,જે ભવ્ય વિજયમાં પરિણમ્યું હતું. ટ્રેવિસ હેડને તેની અદભૂત રમત માટે અભિનંદન.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સાથેનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Title:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાની ટીમનું અપમાન કર્યું હોવાના નામે અધૂરો વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય….
Written By: Vikas VyasResult: False
