વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 નવેમ્બરે ઉત્તર પ્રદેશના જેવર ખાતે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. ગ્રીનફિલ્ડ એરપોર્ટનો પ્રથમ તબક્કો 2024 સુધીમાં પૂર્ણ થવાનો છે અને પૂર્ણ થયા પછી તે ભારતમાં સૌથી મોટું હશે. આ વચ્ચે એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો નોઈડા ખાતે તૈયાર થઈ રહેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના મોડેલનો ફોટો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, વાયરલ તસવીર નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટની મોડલ ડિઝાઈનની નથી. તે ચીનનું બેઇજિંગ ડેક્સિંગ ઇન્ટરનેશનલ એરપોર્ટનો ફોટો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

GSTV નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 November 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો નોઈડા ખાતે તૈયાર થઈ રહેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના મોડેલનો ફોટો છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને અમને કેટલીક વેબસાઇટ અને મિડિયા રિપોર્ટ પ્રાપ્ત થયા હતા. જેમાં ચીનના બેઇજિંગ ડેક્સિંગ ઇન્ટરનેશનલ એરપોર્ટનો આ ફોટો હોવાનું જણાવવામાં આવ્યુ હતુ.

Daxing-pkx-airport | Archive

બેઇજિંગ એરપોર્ટની આ ફોટોને 2019માં "ધ ગાર્ડિયન" દ્વારા પણ એક અહેવાલમાં પ્રસારિત કરવામાં આવી હતી. આ એરપોર્ટ સપ્ટેમ્બર 2019માં ખોલવામાં આવ્યું હતું.

ધ ગાર્ડિયન | સંગ્રહ

"ગેટી ઈમેજ" દ્વારા પણ આ એરપોર્ટની એરિયલ-વ્યુ ફોટોગ્રાફ્સને તમે નીચે જોઈ શકો છો.

Getty images

ઉત્તર પ્રદેશ સરકારના સૂત્રો દ્વારા મિડિયા સાથે શેર કરવામાં આવેલ નોઈડા એરપોર્ટનું ડિજિટલ વોકથ્રુ નીચે જોઈ શકાય છે.

ઈન્ડિયા ટુડે અને એનડીટીવી સહિતના મિડિયા હાઉસ દ્વારા આ વિડિયોને તેમના અહેવાલોમાં પ્રસારિત કર્યો હતો.

25 નવેમ્બરના નોઈડા એરપોર્ટના શિલાન્યાસ સમારોહમાં પણ આ વિડિયોનું સ્ક્રિનિંગ પણ કરવામાં આવ્યું હતું.

નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ 1,300 હેક્ટરથી વધુ જમીનમાં ફેલાયેલું છે. એરપોર્ટના પ્રથમ તબક્કાનું બાંધકામ, જે 2024 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે, તે 10,050 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કરવામાં આવી રહ્યું છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ તસવીર નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટની મોડલ ડિઝાઈનની નથી. તે ચીનનું બેઇજિંગ ડેક્સિંગ ઇન્ટરનેશનલ એરપોર્ટનો ફોટો છે.

Avatar

Title:શું ખરેખર હાલમાં શિલાન્યાસ થયેલ નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટના મોડલનો આ ફોટો છે...?

Fact Check By: Yogesh Karia

Result: False