26/11 ના આતંકી હુમલા પર બનેલી ફિલ્મમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર બનેલા અભિનેતા સુનિલ જાધવનો ફોટો શહીદ તુકારામ ઓમ્બલેના નામે વાયરલ…? જાણો શું છે સત્ય….

ગેરમાર્ગે દોરનાર I Misleading સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર 26/11 ના દિવસે મુંબઈ ખાતે થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા પોલીસ સબ ઈન્સપેક્ટર તુકારામ ઓમ્બલેને શ્રદ્ધાંજલિ આપતો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો 26/11 ના દિવસે મુંબઈ ખાતે થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા પોલીસ સબ ઈન્સપેક્ટર તુકારામ ઓમ્બલેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી અને ભ્રામક માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં 26/11 ના દિવસે મુંબઈ ખાતે થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા પોલીસ સબ ઈન્સપેક્ટર તુકારામ ઓમ્બલેનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ 26/11 ના આંતકી હુમલા પર બનેલી ફિલ્મમાં તુકારામ ઓમ્લેનો રોલ ભજવનાર અભિનેતા સુનિલ જાધવનો છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Jayesh Solanki નામના ફેસબુક યુઝર દ્વારા 24 નવેમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ૨૬/૧૧ ના થયેલ મુંબઇ હુમલા મા શહિદ થયેલા અમર વિર જવાનો ને સલામ સાથે શ્રદ્ધાંજલિ 🙏🙏🙏. પોસ્ટમાં મૂકવામાં આવેલા લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો 26/11 ના દિવસે મુંબઈ ખાતે થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા પોલીસ સબ ઈન્સપેક્ટર તુકારામ ઓમ્બલેનો છે.

download (2).png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેનો વીડિયો Eros Now Music દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર 8 એપ્રિલ, 2013 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, મુંબઈ ખાતે 26/11 ના રોજ થયેલા આતંકી હુમલા પર બનેલી ફિલ્મ Attack of 26/11 ફિલ્મનો આ વીડિયો છે. આ વીડિયોમાં તમે પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો 3.10 મિનિટ પછી જોઈ શકો છો.

અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના અન્ય અહેવાલ પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. कहानी Bollywood की | Eros Now Movies Preview

આજ વીડિયો Eros Now દ્વારા તેના સત્તાવાર ટ્વિટર પર પણ 26 નવેમ્બર, 2018 ના રોજ મૂકવામાં આવ્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં 26/11 ના દિવસે મુંબઈ ખાતે થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા પોલીસ સબ ઈન્સપેક્ટર તુકારામ ઓમ્બલેનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ 26/11 ના આંતકી હુમલા પર બનેલી ફિલ્મમાં તુકારામ ઓમ્લેનો રોલ ભજવનાર અભિનેતા સુનિલ જાધવનો છે.

Avatar

Title:26/11 ના આતંકી હુમલા પર બનેલી ફિલ્મમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર બનેલા અભિનેતા સુનિલ જાધવનો ફોટો શહીદ તુકારામ ઓમ્બલેના નામે વાયરલ…?

Fact Check By: Vikas Vyas 

Result: Misleading