શું ખરેખર ભાજપા સાંસદ દ્વાર કિસાનો વિરૂધ્ધમાં અભદ્ર ટિપ્પણી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને કારણે ઘણાં વિડિયો અને તસવીરો સોશિયલ પ્લેટફોર્મ પર ખોટા અને ગેરમાર્ગે દોરતા દાવા સાથે વાઇરલ થઈ રહ્યા છે. હાલના દિવસોમાં એક વિડિયો ખૂબ જ ઝડપથી ઇન્ટરનેટ પર શેર કરવામાં આવી રહ્યો છે, તે વિડિયોમાં રાજકારણીને ભાષણ આપતા જોઈ શકાય છે, વિડિયોમાં તમે ભાજપનો ધ્વજ પણ જોશો. વિડિયો સાથે વાયરલ થઈ રહેલા દાવા મુજબ “ભાજપા સાંસદ રમેશ બિધૂરી દ્વારા ખેડૂતો વિરૂધ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી.”

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, વિડિયોમાં ભાજપા સાંસદ રમેશ બિધૂડી ખેડૂતો વિશે અભદ્ર ટિપ્પણી નથી કરી રહ્યા. જે શબ્દને સોશિયલ મિડિયામાં સમજવામાં આવી રહ્યો છે તે ખરેખર ઠલવે છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Patel G નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 ડિસેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભાજપા સાંસદ રમેશ બિધૂરી દ્વારા ખેડૂતો વિરૂધ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા મિડિયા અહેવાલ પ્રાપ્ત થયા હતા. જે પોસ્ટમાં કરવામાં આવેલા દાવાને સત્ય સાબિત કરતા હતા કે, રમેશ બિધૂડીએ તેમની સભામાં ખેડૂતોને ગાળો આપી હતી. 

કોહરામ ખબર | સંગ્રહ, નવોદય ટાઈમ્સ | સંગ્રહ

તેમજ અમુક મિડિયા સંસ્થા અને નેતાઓ દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી પોસ્ટમાં કરવામાં આવેલાને સત્યતા આપતી હતી. 

NEWS 24 | ARCHIVE

TWEET | ARCHIVE

તેમજ વાયરલ થઈ રહેલા સમાચારની પૃષ્ટી કરવા અમે ભાજપાના સાંસદ રમેશ બિધૂડીની ઓફિસનો સંપર્ક સાધ્યો હતો. ત્યાં હાજર સમન્વયક અનુજ બિધૂડીનો સંપર્ક કર્યો હતો. તેમણે વાયરલ થઈ રહેલા દાવાને ખોટો બતાવતા જણાવ્યુ હતુ કે, “વાયરલ થઈ રહેલો દાવો તદ્દન ખોટો છે. તમે વાયરલ થઈ રહેલા વિડિયોને ધ્યાનથી સાંભળશો તો જાણવા મળશે કે, રમેશ બિધૂડીએ અમુક ભડવે નહિં કહ્યુ પરંતુ અમુક ઠલવે કહ્યુ છે. આ મુદ્દે કોન્ફરન્સ પણ થઈ છે. જેમાં રમેશ બિધૂડી સાહેબે પોતાનુ સ્પષ્ટિકરણ પણ આપ્યુ છએ. રમેશ બિધૂડીજીએ ફેસબુક પર પણ વિડિયો પ્રસારિત કર્યો છે. જે ગામડાના લોકો હોય છે. જેની પાસે કાઈ કામ નથી હોતુ જે નવરા હોય છે તેને ઠલવે કહેવામાં આવે છે. વાયરલ થઈ રહેલા વિડિયોમાં લોકોએ એડિટ પણ કરવામાં આવ્યુ છે.

તેમજ અનુજ બિધૂડીએ પણ જણાવ્યુ હતુ કે, “રમેશ બિધૂડી દિલ્લા અંદર આવેલા 365 ગામડાની પદ યાત્રા કરી રહ્યા છે. બિધૂડી સાહેબ પોતે એક ખેડૂત છે. તેમના પિતા અને દાદાજી પણ ખેડૂત હતા. તેમજ ખેડૂતોના દર્દને તે ખૂબ સારી રીતે સમજે છે. એટલે તે ખેડૂતોને ખોટુ કહી પણ ન શકે. 

તેમજ અમે ભાજપા નેતા રમેશ બિધૂડીના ફેસબુક એકાઉન્ટની શોધ કરી હતી. તેમાં અમને ઓરિજનલ વિડિયો પ્રાપ્ત થયો હતો. જે વિડિયો 17.07 મિનિટનો છે. વિડિયોમાં 16.20 મિનિટથી અંત સુધીમાં વાયરલ વિડિયો જોઈ શકાય છે. ઓરિજનલ વિડિયોને ધ્યાનથી સાંભળતા અમે કહી શકીએ કે સાસંદ રમેશ બિધૂડીએ ગાળ નહિં પરંતુ ઠલવા કહેવામાં આવ્યા છે. 

આ વિડિયોના શીર્ષકમાં લખવામાં આવ્યુ હતુ કે, “જે વિપક્ષી દળ આ જ બિલનો વિરોધ કરી રહ્યા છે. તેના પાછલી ચૂંટણીના ઘોષણા પત્ર જોઈએ તો. તેમાં જ સુધાર કાનૂનોની ચર્ચા ઓ જોવા મળે છે. તેઓ માત્ર ઘોષણા કરી રહ્યા હતા. પરંતુ મોદી સરકારે આ કરી દેખાડ્યુ છે. કાલકાજી વિધાનસભામાં યાત્રા સમાપ્તિ દરમિયાન સંબોધન કર રહ્યા છે. #ModiWithFarmers.

Archive

તપાસ દરમિયાન અમને રમેશ બિધૂડીના ફેસબુક પેજ પર એક વધૂ વિડિયો મળ્યો હતો. જેમાં સ્પષ્ટિકરણ આપતા દેખાઈ રહ્યુ કે તેમણે ઠલવે શબ્દનો ઉપયોગ કર્યો હતો. વિડિયોમાં તમે તેમના સ્પષ્ટિકરણને 2.29 મિનિટ થઈ લઈ 3.30 મિનિટ સુધી સાંભળી શકો છો. 

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે,  વિડિયોમાં ભાજપા સાંસદ રમેશ બિધૂડી ખેડૂતો વિશે અભદ્ર ટિપ્પણી નથી કરી રહ્યા. જે શબ્દને સોશિયલ મિડિયામાં સમજવામાં આવી રહ્યો છે તે ખરેખર “ઠલવે” છે.

Avatar

Title:શું ખરેખર ભાજપા સાંસદ દ્વાર કિસાનો વિરૂધ્ધમાં અભદ્ર ટિપ્પણી કરવામાં આવી…?

Fact Check By: Yogesh Karia 

Result: False