
તાજેતરમાં, જંતર-મંતરમાં કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેતી ધોરણ 9 ની વિદ્યાર્થીનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં, પત્રકારે વિદ્યાર્થીનીને પૂછ્યું કે તે શા માટે આવી છે. તેણીએ ઉલ્લેખ કર્યો કે ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેના યુદ્ધને કારણે. X પર વીડિયો શેર કરતા, એક યુઝરે દાવો કર્યો હતો કે, “આ વીડિયો હાલમાં જતંર-મતંર પર કોકરોચ પાર્ટીમાં ધોરણ-9ની વિદ્યાર્થી વિરોધ કરવા પહોંચી તેનો વીડિયો છે.“

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌ પ્રથમ અમે રિવર્સ ઇમેજના માધ્યમથી સર્ચ કરતા અને સંબંધિત કીવર્ડ સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમે એક યુટ્યુબ ચેનલ પર પહોંચ્યા જ્યાં 20 માર્ચ 2026ના રોજ વાયરલ વીડિયોનું લાંબુ વર્ઝન અપલોડ કરવામાં આવ્યું હતું.

આનાથી સ્પષ્ટ થાય છે કે વાયરલ વીડિયો સીજેપીની રચના પહેલાનો છે.
અમે જોયું કે પત્રકારના માઇક્રોફોન પર “પોલિટિકલ અડ્ડા” લખેલું હતું. આ સંકેત મેળવતા, અમે સંબંધિત કીવર્ડ શોધ કરી જે અમને પોલિટિકલ અડ્ડાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લઈ ગઈ, જ્યાં 6 માર્ચ, 2026ના રોજ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો.

કેપ્શન મુજબ, આ વિરોધ ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો હતો.
આ જ વીડિયો 6 માર્ચ, 2026ના રોજ પોલિટિકલ અડ્ડાના ફેસબુક પેજ પર અપલોડ કરવામાં આવ્યો હતો.
આનાથી સ્પષ્ટ થાય છે કે વાયરલ વીડિયો જૂનો છે અને CJP વિરોધ પ્રદર્શન સાથે તેનો કોઈ સંબંધ નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયોમાં જંતર-મંતરમાં કોકરોચ જનતા પાર્ટીના વિરોધમાં ભાગ લેતી ધોરણ 9 ની વિદ્યાર્થીનીનો નથી. આ વીડિયો કોકરોચ જનતા પાર્ટીની રચના પહેલાનો છે.


