બ્રિટનમાં વર્ષ 2014માં સ્ટ્રીટ પ્લે વિડિયોને અફઘાનિસ્તાનમાં મુસ્લિમ મહિલાઓ જાહેરની હરાજી તરીકે પ્રસારિત કરવામાં આવી રહ્યો છે.

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

તાલિબાન વિદ્રોહીઓ દ્વારા રવિવાર 15 ઓગસ્ટ 2021ના ​​રોજ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં પ્રવેશ્યા હતી અને ત્યારબાદ તેઓએ સમગ્ર અફઘાનિસ્તાન પર પોતાનો કબજો જાહેર કર્યો હતો. આ ઘટના બાદથી સોશિયલ મિડિયા પર વિવિધ વિડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં અફઘાનિસ્તાનની સામાન્ય જનતાની પીડા અને લાચારી દર્શાવવામાં આવી છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે કેવી રીતે ત્યાંના લોકો પર રાતોરાત સંકટ છે. 

તાલિબાનના હાથમાં સતા આવ્યા બાદ હજારો લોકો દેશ છોડીને ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા છે, સોશિયલ મિડિયામાં પર વાયરલ થઈ રહેલા વિડિયોમાં અન્ય એક ચોંકાવનારો વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જે શેર કરીની દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અફઘાનિસ્તાનમાં તાલિબાનોનો કબજો થયા બાદ મહિલાઓની શેરીમાં જાહેરમાં ખુલ્લી હરાજી કરવામાં આવી રહી છે.”

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વિડિયો લંડનનો વર્ષનો 2014નો છે. આ વિડિયો કોઈ વાસ્તવિક ઘટનાનો નથી, આ વિડિયો 2014 માં લંડનમાં સ્ટ્રીટ પ્લેનો છે. આ નાટક 2014માં “કરૂણા 4 કુર્દિસ્તાન” ના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું હતું, આ શેરી નાટકનું આયોજન ઇરાકમાં ISIS ની પ્રવૃત્તિઓ વિશે જાગૃતિ લાવવાના હેતુથી કરવામાં આવ્યું હતું

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Sanatkumar Vachharajani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ઓગસ્ટ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અફઘાનિસ્તાનમાં તાલિબાનોનો કબજો થયા બાદ મહિલાઓની શેરીમાં જાહેરમાં ખુલ્લી હરાજી કરવામાં આવી રહી છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયો હતો. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને 1 જૂન 2016 ના રોજ હુફિંગ્ટન પોસ્ટ દ્વારા પ્રકાશિત લેખ મળ્યો. આ સમાચારમાં વાયરલ વિડિયો વિશે વિસ્તૃત માહિતી આપી જણાવવામાં આવ્યું હતુ કે,  આ વિડિયો સિરિયાનો નથી અને ન તો લંડનની કોઈ વાસ્તવિક ઘટનાનો છે. હફિંગ્ટન રિપોર્ટ જણાવે છે કે બ્રિટનની શેરીઓમાં વિરોધ કરી રહેલા યુવાનો દ્વારા સ્ટ્રીટ પ્લેનો આ વિડિયો છે. આ વિડિયો વાસ્તવમાં 2014માં કુર્દિશ કાર્યકરો દ્વારા આયોજીત શેરી નાટક ‘ઇસ્લામિક સ્ટેટ સેક્સ સ્લેવ માર્કેટ‘માં અભિનય કરવાનો છે. અહેવાલ મુજબ, વર્ષ 2014માં ન્યૂઝવીક યુરોપને આપેલા ઇન્ટરવ્યુમાં વિરોધના સહભાગીઓમાંના એક દ્વારા ઇરાક અને સિરિયામાં ISIS દ્વારા કરવામાં આવતા ગુનાઓને પ્રકાશિત કરવા માટે સ્ટ્રીટ પ્લે વિશે માહિતી આપી હતી. આ મુલાકાતમાં આ વ્યક્તિએ કહ્યું કે “અમે આ સ્ટ્રીટ પ્લે સાથે બતાવવા માંગતા હતા કે એક દિવસ લંડનમાં આવી ઘટનાઓ બની શકે છે, કહેવાતા ઇસ્લામિક સ્ટેટ દ્વારા હેરફેર કરાયેલી સ્ત્રી સેક્સ ગુલામોનો મુદ્દો ખૂબ જ વાસ્તવિક છે, તે માત્ર લંડનમાં જ નથી, પરંતુ તે ગમે ત્યાં થઈ શકે છે.

સંગ્રહ

આગળ, અમે 2014 માં કુર્દિશ કાર્યકર્તાઓ દ્વારા આયોજીત આ ‘ઇસ્લામિક સ્ટેટ સેક્સ સ્લેવ માર્કેટ‘ સ્ટ્રીટ પ્લે વિશે સમાચારની શોધ કરી, જેના કારણે અમને હુફિંગ્ટન પોસ્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા અન્ય લેખ પ્રાપ્ત થયો હતો. જેમાં વિડિયોમાં દ્રશ્યોની તસવીરો પણ છે જે વાયરલ થઈ રહી છે. સમાચારોમાં જણાવવામાં આવ્યું છે કે “બંધાયેલી મહિલાઓના જૂથને વિરોધમાં રસ્તા પર લઈ જવામાં આવી રહ્યા હતા, અને તેમને લઈ જતા પુરુષો આ મહિલાઓ પર બોલી લગાવવા માટે લોકોને વિનંતી કરતા જોઈ શકાય છે.” આગળ એક માણસને એમ કહેતા સાંભળી શકાય છે કે “તે ઇરાક અને સીરિયામાં દરરોજ થાય છે. અમે તમને આ બતાવવા માટે અહીં લાવ્યા છીએ.” આ પછી આ સાંકળવાળી મહિલાઓ મદદ માટે પોકાર કરે છે. આ અહેવાલ મુજબ, નાટક લેસ્ટર સ્ક્વેર અને ડાઉનિંગ સ્ટ્રીટમાં સ્થિત સંસદ ભવન સામે કરવામાં આવ્યું હતું.

સંગ્રહ

વધુ સંશોધન કર્યા પછી, અમને 20 ઓક્ટોબર 2014ના રોજ બીબીસી દ્વારા આ સંદર્ભમાં પ્રકાશિત સમાચાર મળ્યા હતી. સમાચારોમાં વાયરલ થયેલા વિડિયોના દ્રશ્યોને પ્રતિબિંબિત કરતા લખ્યું હતુ કે, આ વિડિયો 14 ઓક્ટોબર, 2014 ના રોજ શૂટ કરવામાં આવ્યો હતો, આ નાટકનું આયોજન કરૂણા 4 કુર્દીસ્તાન નામની સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંસ્થાઓ કુર્દિશ પ્રવાસીઓનું એક જૂથ છે જે ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટની કથિત ક્રિયાઓ વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે. આ લેખમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે આ વિડિયો લંડનની શેરીનો શેરી નાટકનો છે.

તપાસ સાથે આગળ વધતા, અમે વાયરલ વિડિયોમાં સફેદ રંગની બસ જોયેલી જેમાં “WINDSORIAN” શબ્દો બ્લુમાં લખવામાં આવ્યા હતા અને ગૂગલ પર આ અંગે શોધતા, અમને ફ્લિકર પર આવી જ એક બસનું ચિત્ર મળ્યું. આ વેબસાઇટ અનુસાર, આ બસ લંડનમાં મિની કોચ તરીકે ઓળખાય છે. નીચે તમે વિડિઓમાં બતાવેલ બસની તુલના અને ફ્લિકરની વેબસાઇટ પર ઉપલબ્ધ છબી જોઈ શકો છો.

આ પછી, જ્યારે અમને “વિન્ડસોરિયન કોચ” વેબસાઈટ વિશે ખબર પડી ત્યારે અમને આ વેબસાઈટ પર લખ્યું છે કે આ કંપની લંડન, સરે, મિડલસેક્સ અને બર્કશાયર માટે કોચ અને મિની કોચ સેવા પૂરી પાડે છે. આ કંપનીઓ 1997 થી યુકે અને યુરોપમાં તેમની સેવાઓ ચલાવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વિડિયો લંડનનો વર્ષનો 2014નો છે. આ વિડિયો કોઈ વાસ્તવિક ઘટનાનો નથી, આ વિડિયો 2014 માં લંડનમાં સ્ટ્રીટ પ્લેનો છે. આ નાટક 2014માં “કરૂણા 4 કુર્દિસ્તાન” ના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું હતું, આ શેરી નાટકનું આયોજન ઇરાકમાં ISIS ની પ્રવૃત્તિઓ વિશે જાગૃતિ લાવવાના હેતુથી કરવામાં આવ્યું હતું.

Avatar

Title:બ્રિટનમાં વર્ષ 2014માં સ્ટ્રીટ પ્લે વિડિયોને અફઘાનિસ્તાનમાં મુસ્લિમ મહિલાઓ જાહેરની હરાજી તરીકે પ્રસારિત કરવામાં આવી રહ્યો છે.

Fact Check By: Yogesh Karia 

Result: False